અમદાવાદ-

હાઈકોર્ટના વિવિધ પદો પર ભરતી નીકળી છે. જે અંતર્ગત કોર્ટે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ૨ અને ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ ૧ ના પદ માટે વેકેન્સી કાઢી છે. આ અંતર્ગત કુલ ૧૦ પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફરના ૧ને અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે કુલ ૯ પદ માટે ભરતી કરવામાં આવનાર છે. તેમાં સામાન્ય ૩, એસટી ૩, એસઈબીસીના ૩ પદ પર નિયુક્ત કરવામાં આવશે. આવામાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સરકારી પોર્ટલ ojasgujaratgov.in પર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. એપ્લિકેશનની પ્રોસેસ ગઈકાલથી એટલે કે ૨૦ એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે. તો આ પોસ્ટ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ ૪ મે ૨૦૨૧ છે. ગુજરાત હાઈકોર્ટ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, યોગ્ય આવેદકોને અંગ્રેજી સ્ટેનોગ્રાફી ટેસ્ટ અને સ્કીલ ટેસ્ટ લિખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા ૨૭ જૂન, ૨૦૨૧ ના રોજ લેવામાં આવશે. તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ટેસ્ટ અને સ્કીલ ટેસ્ટ ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશન મજુબ, અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ગુજરાતી સ્ટેનોગ્રાફરના પદ પર ઓનલાઈન એપ્લિકેશન કરનારા ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ગ્રેજ્યુએટ થવુ જાેઈએ. આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પ્રતિ મિનિટ ૧૦૦ શબ્દોની ગતિ/ગુજરાત ભાષામાં ૯૦ શબ્દ પ્રતિ મિનિટની સ્પીડ હોવી જાેઈએ. આ ઉપરાંત ઉમેદવારને કમ્પ્યૂટરનું પણ સામાન્ય નોલેજ હોવુ જાેઈએ. તો આ પદ પર આવેદન કરનારા ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જાેઈએ.