/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

શિક્ષણ સહાયકોના જીવનની નવી ઇનિંગ, વિર્ધાદાન કરનારા શિક્ષકોએ રક્તદાન કર્યુ

અમદાવાદ-

રાજ્ય સરકારને ૨૯૩૮ શિક્ષણ સહાયકો મળ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાને પણ ૧૪૬ શિક્ષણ સહાયકો મળવા પામ્યા છે. શિક્ષકની કામગીરીને નોબલ પ્રોફેશન તરીકે ગણવામાં આવે છે. આ વ્યવસાય મની મેકિંગ નહીં પરંતુ સમાજના ઉચ્ચ સંસ્કાર યુક્ત ચારિત્ર્યના ભાવિ પેઢીનું ઘડતર કરવાનું ઉત્તમ સેવાદાયિત્વ પૂરૂ પાડે છે. અમદાવાદ જિલ્લાના ૧૪૬ શિક્ષણ સહાયકો જ્યારે આ નોબલ પ્રોફેશનમાં પ્રવેશીને નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહ્યા હોય ત્યારે જિલ્લા અને રાજ્યને આ યુવા બ્રિગેડથી આશાઓ વધી જાય છે.

અમદાવાદ જિલ્લામાં શિક્ષણ સહાયક તરીકે જોડાઇને નવનિયુક્ત શિક્ષકોએ રક્તદાન કરીને ઉમદાકાર્યની શરૂઆત કરી હતી.અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણઅધિકારી આર.આર. વ્યાસ સહીત ૬ શિક્ષણકર્મીઓએ કાલે રક્તદાન કર્યુ હતુ. સમાજના શિક્ષણ યજ્ઞમાં વિધાદાન કરનારા શિક્ષકોએ રક્તદાન કરીને રક્ત પ્રવર્તમાન સંજોગોમાં કેટલું મહ્તવનું છે તેનો સંદેશો આપ્યો હતો. આ રક્તદાન કરીને નવનિયુક્ત યુવા શિક્ષકોએ રાષ્ટ્રનિર્માણમાં જરૂરી તમામ પડકારો ઝીલવા સજ્જ હોવાનુમં અને ભાવિ પેઢીના ઘડતર માટે ઉમદા સેવાદિયત્વ પૂરી નિષ્ઠાથી નિભાવવાનો સકારાત્મક સંદેશો આપ્યો હતો.

અમદાવાદ જિલ્લાના દેત્રોજ સ્થિત સરાકારી શાળામાં નવાં નિમાયેલા શિક્ષક નિલેશભાઇ મકવાણાએ જણાવ્યું કે,એક લોહીં બીજા લોહીંના કામે આવે,મારા રક્ત થકી જરૂરિયાતમંદનો જીવ બચે, રાજ્ય સરકારે જ્યારે માનવસેવાનો યજ્ઞ આદર્યો હોય ત્યારે તેમાં રક્તદાન થકી લોકસેવામાં જોડાવવાના શુભ આશયથી મેં રક્તદાન કર્યું. અગાઉ હું ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.રાજ્ય સરકારમાં જોડાવવાની વર્ષોથી ઝંખના સેવી રહ્યો હતો. જેમાં કાલે મને સફળતા મળી છે.જેના હર્ષની લાગણી સ્વરૂપ અને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ અને નવીન જવાબદારી નિભાવવા અને પ્રવર્તમાન સ્થિતિમાં રક્તનું મહ્તવ સમજીને જ મેં કાલે રક્તદાન કર્યું છે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution