કોલકત્તા-

પશ્વિમ બંગાળ સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા રદ કરી દીધી હતી.મહામારી વચ્ચે પરીક્ષાનું આયોજન ઓનાઇન ઓફલાઇન તથા રદ કરી શકાય તે માટે એક વિશેષ સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત સરકારે વિધાર્થી,વાલીઓ,અને નિષ્ણાતો પાસે પરીક્ષા અંગે સલાહ માંગી હતી. તમામે પોતાની સલાહ આજે બપોરે 2 કલાક સુધી ઇમેલ દ્વારા આપવાની હતી. એવું માનવામાં આવે છે કે જાહેર અભિપ્રાયની સમીક્ષા અને પરીક્ષાઓ માટે રચિત નિષ્ણાત સમિતિના સૂચનના આધારે, પશ્ચિમ બંગાળ સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગની બોર્ડ પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયને લીધે રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી સરકારી અને ખાનગી શાળાઓના 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. તેમાંથી 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ માધ્યમિક વર્ગના છે જ્યારે 8.5 લાખ ઉચ્ચત્તર માધ્યમિક વર્ગના છે.