રાજકોટ-

કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે. સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષા 6 મેથી શરૂ થવાની હતી પરંતુ કોરોનાની મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ બન્ને પરીક્ષા 6 મેના રોજ શરૂ થવાની હતી જો કે હવે આગામી દિવસોમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે. સ્નાતક કક્ષામાં બીએ, બી.કોમ, બીબીએ અને બીસીએની પરીક્ષા લેવાની હતી. જ્યારે અનુસ્નાતક કક્ષમા એમ.એ, એમ.કોમ અને એમ.બી.એ સહિતની પરીક્ષા લેવાની હતી. જો કે કોરોના મહામારીને કારણે સાવચેતીના પગલાં રૂપે તારીખ 6 થી શરૂ થનારી પરીક્ષા હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.પરીક્ષા વિભાગના જણાવ્યા અનુસાર આ અંગે હજુ સત્તાવાર પરિપત્ર પરીક્ષા વિભાગને મળ્યો નથી. બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર પણ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યાં ઓક્સીઝન સાથેના 400 બેડની સુવિધા આપવામાં આવી છે.