અમદાવાદ-

આગામી સમય હવે ડિજીટલ યુગ રહેવાનો છે અને કારકિર્દીની ઉજળી તકો પણ ડિજીટલ તરફ જોવાઇ રહી છે. માર્કેટની આ ડિમાન્ડને જોતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ડેટા સાયન્સનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેટા સાયન્સના કોર્ષમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની કતાર લાગી છે.

નવા શરૂ કરાયેલા આ કોર્ષમાં માત્ર 30 બેઠકો માટે 400 વિદ્યાર્થીઓની અરજી GTU ને મળી છે. એટલુ જ નહીં, આ પ્રકારનો કોર્ષ શરૂ કરવામાં GTU રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. વધતા જતા ડિજીટલ યુગમાં ડેટાનું ખુબજ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડીઝીટલ ઇન્ડિયાને પ્રાધાન્ય આપે છે. હાલમાં મેસેજની આપ લેથી માંડીને ખરીદી ઓનલાઇન થઈ ગઈ છે અને હવે તો અભ્યાસ પણ ઓનલાઇન થયો છે ત્યારે ડેટા સાયન્સનો અભ્યાસક્રમ GTU દ્વારા શરૂ કરાયો છે. 

વિસાવદરમાં મકાન ધરાશાયી થતા માતા અને પુત્રનું કરૂણ મોત, પિતા અને અન્ય પુત્ર ઇજાગ્રસ્ત GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે, એક સમયે વાયબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગ પતિ મુકેશ અંબાણીએ પણ હાલના સમયમાં ડેટા સોનાની ખાણ છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. અને ડેટાએ હાલ માંર્કેટની ડિમાન્ડ છે. તેને ધ્યાને લઈને GTU દ્વારા ડેટા સાયન્સનો કોર્ષ શરૂ કર્યો છે. આ કોર્ષ શરૂ કરનાર GTU રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. આ કોર્ષ માં એડમીશન માટે GTUને 400 અરજીઓ મળી છે. જેમાંથી મેરિટ પ્રમાણે 30 બેઠકો ભરવામાં આવશે. વિદ્યાર્થીઓને ડેટા માઇનિંગ અને ડેટા એનાલીસીસનો અભ્યાસ કરવામાં આવશે. બીજું કે ડિજીટલનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સાયબર ક્રાઇમના બનાવો પણ પુષ્કળ વધી રહયા છે. હાલના સમયમાં સાયબર ક્રાઈમ રેટ 44 ટકા વધી ગયો છે જેને જોતા સાયબર સિક્યુરિટીના કોર્ષ પણ શરૂ કરવામાં આવ્યા છે.