/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રાજયના અનુ. જનજાતિના બે લાખ છાત્રોને પોસ્ટમેટ્રીક શિષ્યવૃતિ અપાશે

અમદાવાદ-

ગુજરાત સરકારના વર્ષ 2020-21ના અંદાજપત્રમાં આદીજાતી વિકાસ વિભાગ માટે રૂ.ર6પ6 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં અનુસુચીત જનજાતિના બે લાખ વિધાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ આપવા માટે રૂ.36પ કરોડની ફાળવણી કરવામાં આવી છે.તેમજ દુધ સંજીવની યોજના અંતર્ગત પ3 આદીજાતી તાલુકાના પ્રાથમીક શાળાના 8 લાખ બાળકોને રૂ.170 કરોડના ખર્ચે ફલેવર્ડ દુધ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉ5રાંત અનુસુચીત જનજાતીના પ્રિ-એસએસસીના 15 લાખ વિધાર્થીઓને શિષ્યવૃતિ આપવા માટે રૂ.138 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી અને મુકસેવક ઠકકરબાપાના માર્ગદર્શનથી બનાવવામાં આવેલ સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલીત અનુસુચીત જનજાતીની આશ્રમ શાળાઓ/ઉતર બુનીયાદી આશ્રમશાળાઓ/ઉચ્ચતર ઉતર બુનીયાદી આશ્રમશાળાઓમાં ખુટતી ભૌતીક સુવીધાઓ પુરી પાડવા તથા જર્જરિત વર્ગખંડોના નવીનીકરણ માટે રૂ.30 કરોડ ફાળવવામાં આવેલ છે.

તેમજ નર્મદા જીલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા આદીજાતી યુનિવર્સિટી માટે રૂ.36 કરોડની તથા અધતન સુવીધાવાળા સમરસ છાત્રાલયો અંતર્ગત અનુસુચીત જનજાતિના વિધાર્થીઓ માટે રૂ.રર કરોડ ઉપરાંત અનુસુચીત જનજાતીની ધો. 9 માં અભ્યાસ કરી 48000 વિધાર્થીનીઓને વિધાસાધના યોજના હેઠળ સાયકલ માટે રૂ.19 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.આ ઉપરાંત સ્વતંત્રતાની રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર આદિજાતિ સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે રાષ્ટ્રીય કક્ષાના સંગ્રહાલયના નીર્માણ માટે રૂ.ર6 કરોડ ફાળવવામાં આવેલ છે. જયારે ડીજીટલ સેવાઓનો વ્યાપ વધ્યો છે ત્યારે તેનો લાભ અંતરીયાળ આદીજાતી વિસ્તારને પણ સરળતાથી મળી શકે તે હેતુથી નેટવર્ક કવરેજ વધારવા નવા મોબાઇલ ટાવર ઉભા કરવા માટે રૂ.10 કરોડ અને આદીજાતી વિધાર્થીઓને ગુણવતાયુકત શિક્ષણ પુરુ પાડવાના ઉદેશથી સ્માર્ટ કલાસ રૂમ શરુ કરવા રૂ.9 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution