અમદાવાદ-

કોરોના માં પરેન્ટ્સ ગુમાવનાર બાળકો ની ધો.12 સુધી ની તમામ આજીવન ફી માફી ની સંચાલક મહામંડળ દ્વારા જાહેરાત કરાઈ છે.હાલ કોરોના ની મહામારી ફાટી નીકળી છે ત્યારે બાળકો ને ભણાવવા નો સવાલ પણ ઉભો થઇ રહ્યો છે તેવે સમયે સંચાલક મહામંડળ દ્વારા મહત્વ નો નિર્ણય કરવામાં આવ્યો છે અને ખાનગી શાળામાં ભણતા કોઈ વિદ્યાર્થીના વાલીનું કોરોનામાં મૃત્યુ થયુ હોય તો તે બાળક ભણે ત્યાં સુધી ફી માફ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં આવેલી 8 હજારથી વધુ ખાનગી સ્કૂલોના સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મહામંડળના પ્રવક્તા ડૉ.દિપક રાજ્યગુરૂએ આ જાહેરાત કરી છે તેઓ એ ઉમેર્યુ કે રાજ્યમાં આવેલી અમારી તમામ સભ્ય સ્કૂલમાંથી કોઈ પણ સ્કૂલમાં બાળકના વાલી જો કોરોનામાં મૃત્યુ પામ્યા હશે તો તે બાળકની સંપૂર્ણ ફી માફ કરાશે. બાળકના માતા કે પિતા બંનેમાંથી જે પણ કામ કરતા હોય અને ફી ભરતા હોય તો બંનેમાંથી કોઈ પણ જો કોરોના સંક્રમણથી મૃત્યુ પામે તો ફી આપવાનો અમે નિર્ણય કર્યો છે. કોઈ સ્કૂલમાં ધો.8 હોય કે ધો.10 હોય કે ધો.12 સુધી હોય અને બાળક જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેના પરિવારને ફી ભરવામાંથી માફી મળશે.

સંચાલક મંડળના આ નિર્ણયથી આવા બાળકોનું ભણવાનું નહી છુટે અને તેમના પરિવારને મોટી રાહત મળશે. આ માટે કોરોનાથી જ મૃત્યુ થયાનું પ્રમાણપત્ર શાળા માં રજૂ કરવુ પડશે તેમ જણાવાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના આવતા અનેક લોકો બરબાદ થઈ ગયા છે અને જે પરિવાર માં કોરોના ના કારણે મોત થયા છે તેઓ આર્થિક રીતે પણ પાયમાલ થઈ ગયા છે ત્યારે આ પ્રકારના નિર્ણય થી જેતે બાળક નું ભવિષ્ય બગડતું અટકી જશે.