અમદાવાદ-

DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થયા બાદ તમામ બાળકોને DPS બોપલમાં જ પ્રવેશ આપવામાં આવે તેવી વાલીઓએ સ્પષ્ટ માંગ કરી હતી. જેને લઇને DPS ઈસ્ટના વાલીઓનું પ્રતિનિધિ મંડળ DPS બોપલ ખાતે રજુઆત કરવા પહોંચ્યું હતું. જ્યાં પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતુ કે, જો પ્રવેશ નહીં મળે તો DPS ઈસ્ટના સંચાલક પૂજા શ્રોફ સામે હાઇકોર્ટમાં અરજી કરશે. DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે DPS ઈસ્ટના વાલીઓનું પ્રતિનિધિ મંડળ DPS બોપલ ખાતે રજુઆત કરવા પહોંચ્યું હતું. જ્યાં તેમણે DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા DPS ઈસ્ટ અને DPS બોપલ બંને સ્કૂલના સંચાલક પૂજા શ્રોફ હોવાથી તમામ બાળકોને DPS બોપલમાં જ પ્રવેશ આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરી હતી.

આ ઉપરાંત પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીઓને DPS બોપલમાં પ્રવેશ નહીં આપવામાં આવે તો વાલીઓ સ્કૂલના સંચાલક પૂજા શ્રોફ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરશે. જો કે નિત્યાનંદકાંડ બાદથી તપાસ સમયે સ્કૂલ દ્વારા ખોટી NOC રજૂ કરાયા હોવાની વાત સામે આવી હતી એ સમયે DEO દ્વારા વાલીઓ પોતાના બાળકો અન્ય સ્કૂલમાં ખસેડી અને તે માટે એડમિશન અપાવવાની પણ બાંહેધરી અપાઈ હતી. અગાઉ DEO દ્વારા અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા માટે કરાયેલી વિનંતી બાદ પણ વાલીઓએ પોતાના બાળકોને DPS ઈસ્ટમાં જ અભ્યાસ કરાવવાની જીદ પકડી રાખી હતી. આખરે હવે DPS ઈસ્ટની માન્યતા શિક્ષણ વિભાગે રદ કરી છેતરપિંડી કરવા બદલ 50 લાખનો દંડ ફટકારી દેતા વાલીઓની વધી ચિંતા મુકાયા છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં રાખીને આ વર્ષે સ્કૂલ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ છે, પરંતુ એપ્રિલ 2021થી શાળા બંધ થશે.