19, જુલાઈ 2025
કરાંચી |
2574 |
પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને પૂરના કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના NDMAએ આ સબંધિત એક નિવેદન જાહેર કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ NDMAએ પોતાના નિવેદનમાં જે આંડકાઓ જાહેર કર્યા છે તેમાં વર્ષે 26 જુનથી 17 જુલાઈ વચ્ચે સમગ્ર દેશમાં ભારે વરસાદ અને વરસાદ સબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 178 લોકોના મોત થયા છે અને 491 લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનમાં 26 જૂનથી વરસી રહેલા સતત વરસાદ અને તેને કારણે આવેલા અચાનક પૂરને લીધે ગંભીર સ્થિતી સર્જાઈ છે. પૂર અને વરસાદના કારણે પાકિસ્તાનના જુદા-જુદા વિસ્તારોમાં ઓછામાં ઓછા 116 લોકોના મોત નિપજ્યા છે. આ દરમિયાન 253 લોકો ઘાયલ પણ થયા છે. તાજેતરના રિપોર્ટ પ્રમાણે ગયા 24 કલાક દરમિયાન વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 5 અન્ય લોકોના મોત નિપજ્યા છે અને 41 લોકો ઘાયલ થયા છે.