19, જુલાઈ 2025
નવી દિલ્હી |
3069 |
ઉત્તરાખંડના ચમોલીમાં 3.3ની તીવ્રતા નોંધાઇ
આજે સવારે ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં, ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા ૩.૩ માપવામાં આવી હતી. NCS ના રિપોર્ટ મુજબ, ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે શનિવારે મ્યાનમારમાં 3.07ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની ઊંડાઈ 105 કિલોમીટર હતી. અફઘાનિસ્તાનમાં 4.2ની તીવ્રતાના ભૂકંપથી લોકો ગભરાઈ ગયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ શનિવારે વહેલી સવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ૩.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ હતો.
શનિવારે સવારે અફઘાનિસ્તાનમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો ભૂકંપ 1:26 વાગ્યે અનુભવાયો હતો. તેની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. બીજો ભૂકંપ 2:11 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. જોકે, તે પહેલા ભૂકંપ કરતા થોડો ઓછો તીવ્ર હતો. સતત બે ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
જ્યારે શનિવારે સવારે 3:26 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો. તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. તેની ઊંડાઈ 105 કિમી હતી. અહીં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે.