ઓસ્ટ્રેલિયા દ્વારા નવો ક્લાઈમેટ વિઝા પ્રોગ્રામ લોન્ચ કરાયો
19, જુલાઈ 2025 કેનબેરા   |   2772   |  

ક્લાઈમેન્ટ ચેન્જના કારણે વિસ્થાપિત થવાનો ડર છે તેમની મદદ માટે તેમને આ વિઝા આપવામાં આવી રહ્યા છે

ઑસ્ટ્રેલિયાએ હાલમાં ક્લાઇમેટ વિઝા આપવાની જાહેરાત કરી છે. ઑસ્ટ્રેલિયન વિદેશ વિભાગે ક્લાઇમેટ વિઝાના કાર્યક્રમને મહત્વનો ગણાવ્યો છે, જે આબોહવા પરિવર્તનથી વિસ્થાપિત થયેલા લોકોને મદદ કરવા માટે રજૂ કરાયો હતો. ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ સ્થાયી થવા માટે તુવાલુની વસ્તીના ત્રીજા ભાગથી વધુ લોકોએ 'ક્લાઇમેટ વિઝા' માટે અરજી કરી હતી કારણ કે આ દેશ એક આપત્તિનો સામનો કરી રહ્યો છે. આ દેશ દરિયાની સપાટીમાં વધારો થવાને કારણે ડૂબવાને આરે છે. ઓસ્ટ્રેલિયા અને તુવાલુ વચ્ચે ફાલિયાપિલી યુનિયન સંધિના અમલ બાદ વિઝાની માંગમાં વધારો થયો છે,

જે દેશના લોકો પર ક્લાઈમેન્ટ ચેન્જના કારણે વિસ્થાપિત થવાનો ડર છે તેમની મદદ માટે તેમને આ વિઝા આપવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા દ્વારા પેસેફિક મહાસાગરના જોડાણને અનુસરીને આ વિઝા આપવામાં આવી રહ્યા છે. આ વિઝા માટે ભારતીય ચલણ પ્રમાણે 1400 રુપિયાની ફી નક્કી કરવામાં આવી છે.

આ વિઝા હાલ તુવાલુના નાગરિકોને મળશે,ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ સ્થાયી થવા માટે તુવાલુની વસ્તીના ત્રીજા ભાગથી વધુ લોકોએ 'ક્લાઇમેટ વિઝા' માટે અરજી કરી હતી ઓસ્ટ્રેલિયા અને તુવાલુ વચ્ચે ફાલિયાપિલી યુનિયન સંધિના અમલ બાદ વિઝાની માંગમાં વધારો થયો છે.

તુવાલુની વસ્તી 11 હજાર લોકોની છે અને આ ટાપુ દેશ નીચા એટોલ્સમાં ફેલાયેલો છે. તે હાલ કલાઈમેન્ટ ચેન્જનો સામનો કરી રહ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution