ગાંધીનગર-

ગુજકેટની પરીક્ષાઓ લેવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. 23 જુનથી ગુજકેટ (GUJCET 2021) ની પરીક્ષાઓ માટે ફોર્મ ભરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ www.gseb.org પર મૂકવામાં આવી છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12ના આશરે પાંચ લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત બોર્ડના જણાવ્યા મુજબ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15થી 28 જુલાઈના રોજ કોરોના પ્રોટોકોલ સાથે લેવામાં આવશે.