ગાંધીનગર-

ગુજરાત સરકાર અમદાવાદથી 20 કિલોમીટર દૂર આવેલા નાસ્મેદ ખાતે IIS માટેની કામગીરી શરૂ કરશે, જેનો ઉદ્દેશ હાઇલી સ્પેશિયલાઈઝ્ ક્ષેત્રોમાં તાલીમ આપવાનો છે. આ માટે રાજ્ય સરકારે ટાટા ગ્રુપને લગભગ 20 એકર જમીનની ફાળવણી કરેલી છે. શ્રમ રોજગાર સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનો ઉદ્દેશ તાલીમ આપવાનો અને ઉચ્ચ કૌશલ્યયુક્ત ટેક્નીકલ મેનપાવરને તૈયાર કરવાનો છે. જેથી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, ક્લાઉડ બેઝ્ડ એપ્લિકેશન, સિમ્યુલેશન સોલ્યુશન્સ, ઇન્ડસ્ટ્રિયલ રોબોટ્સ, બિગ ડેટા એનાલિસિસ, ફેક્ટરી ઓટોમેશન, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, સ્માર્ટ મિકેટ્રોનિક્સ, પ્રિડિક્ટિવ મેઇન્ટેનન્સ, ડિજિટલ ક્વૉલિટી અને ડિઝાઈન જેવા ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ટ્રેડ્સ જેવાં હાઈલી સ્પેશિયલાઈઝ્ડ ક્ષેત્રોની કૌશલ્યવાળા કર્મચારીઓની માંગને પૂરી કરી શકાય. આ ઉપરાંત, આવા ક્ષેત્રોમાં ડિફેન્સ, એરોસ્પેસ, ઓઇલ અને ગેસ સંબંધિત વેપારનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સરકાર અમદાવાદથી 20 કિલોમીટર દૂર આવેલા નાસ્મેદ ખાતે IIS માટેની કામગીરી શરૂ કરશે, જેનો ઉદ્દેશ હાઇલી સ્પેશિયલાઈઝ્ ક્ષેત્રોમાં તાલીમ આપવાનો છે. આ માટે રાજ્ય સરકારે ટાટા ગ્રુપને લગભગ 20 એકર જમીનની ફાળવણી કરેલી છે.