વડોદરા-

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક્ઝામ પોર્ટલ પર સાયબર એટેક નો પ્રયાસ થયો છે જેના કારણે પરિક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરાવમાં આવી છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા નવનિર્મિત એમએસયુ એક્ઝામ પોર્ટલ દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું .ગઈકાલ રાત્રે થી અજાણ્યા સોર્સ દ્વારા એક્ઝામ પોર્ટલ હેક કરીને સ્ટુડન્ટ તેમજ ટીચર ડેટા ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ પ્રયાસમાં હેકરોને સફળતા મળી ન હતી તેમજ યુનિવર્સિટીનો તમામ ડેટા સુરક્ષિત છે.હેકર દ્વારા સર્વર હેક કરવાનો ક્રેશ કરવાનો પ્રયાસ એકથી વધુ વાર થયો હતો. જેને કારણે આશરે 3000 વિદ્યાર્થીઓને મોક ટેસ્ટ દરમિયાન લોગ ઈન થવા માટે મુશ્કેલી પડી હતી. જે આશરે એક હજાર વિદ્યાર્થીઓ લોગીન કરી શક્યા તેમને પણ ધીમા સર્વર નો સામનો કરવો પડ્યો હતો.

આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી રજિસ્ટ્રાર શ્રી દ્વારા આજે થી શરૂ થતી મોક ટેસ્ટ તેમજ પાંચમી તારીખ થી શરૂ થતી સેમિસ્ટર એન્ડ પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાના નવા સમયપત્રકની જાહેરાત કરવામાં આવશે. યુનિવર્સિટી ટેકનિકલ એક્સપોર્ટ થકી ડેટા હેકિંગ નો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. યુનિવર્સિટી સાયબર ક્રાઈમ બ્રાન્ચ માં ફરિયાદ આપીને આ અંગે વધુ પગલા લઈ રહી છે.