અમદાવાદ-

કોરોનાના કારણે હજુ સુધી શાળાઓ ખુલી નથી પણ તંત્ર દ્વારા સરકારી શાળાના ગરીબ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવામાં આવી રહ્યા છે જેનાથી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી શકે. પરંતુ હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 370થી વધુ શાળાઓમાં બીજા સત્રના પુસ્તકો પહોંચ્યા જ નથી. વિદ્યાર્થીઓ અભ્યાસમાં કાર્યરત રહે તે માટે બાળકો સુધી પુસ્તકો પહોંચાડી દર મહિને એકમ કસોટી લેવાય છે પણ હજુ સુધી પુસ્તકો બાળકો સુધી નહીં પહોંચતા હજારો બાળકો કસોટીની તૈયારીને લઈ અવઢવમાં છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 370થી વધુ શાળાઓમાં હજુ પુસ્તકો પહોંચ્યા નથી. ધોરણ 6, 7, 8 ના બાળકોને બીજા સત્રના પુસ્તકો મળ્યા નથી. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના બીજા સત્રના પુસ્તકો બાળકો સુધી પહોંચાડવાના બાકી છે. દર વર્ષે નવેમ્બર સુધીમાં પુસ્તકો બાળકોને પહોંચાડી દેવામાં આવે છે. પરંતુ હજુ સુધી બાળકોને પુસ્તકો પહોંચાડવામાં આવ્યા નથી.