/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

શાળાઓ ખોલવા અંગે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, ગુજરાતમાં ખુલી શકે છે શાળા અને કોલેઝ

ગાંધીનગર-

હાલ ચાલી રહેલ કોરોના કાળ દરમિયાન હવે રાજ્યમાં કોરોના કેસ ઘટતાની સાથે જ ટૂંક સમયમાં શાળા-કોલેજો શરૂ થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. હવે સરકાર ટૂંક સમયમાં શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કરી શકે છે. જાણવા મળ્યું છે કે, શાળા-કોલેજો શરૂ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કઈ રીતે શાળા કોલેજો શરૂ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં ફરીવાર શાળા-કોલેજ ચાલુ કરવા અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લઈ શાળા-કોલેજ ચાલુ કરવામાં આવશે. જે રીતે પહેલા એક પછી એક વર્ગ ચાલુ કરવામાં આવ્યા હતાં તે પ્રમાણે સરકાર નિર્ણય લેશે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે ફરી એકવાર શાળાઓ અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મુદ્દે ગણગણાટ શરૂ થયો છે. બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના હવે લગભગ કાબુની સ્થિતીમાં છે. શાળો કોલેજો શરૂ કરવા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નિર્ણય લેવાશે. પ્રથમ કોલેજ ત્યાર બાદ ધોરણ 12થી માંડીને ધોરણ 1 સુધીનાં વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution