મેક્સિકો

એલેક્ઝાંડર ઝ્‌વેરેવે સ્ટેનફોસ સીટીપાસને હરાવીને એકાપુલ્કો એટીપી ટુર્નામેન્ટ જીત્યો. બીજા ક્રમાંકિત ખેલાડીએ ટોપ સીડ સીટિપાસને ૬-૪, ૭-૬(૭/૩) થી હરાવ્યો. મેક્સિકોમાં આ હાર્ડકોટ ટુર્નામેન્ટ પહેલા જર્મનીના ઝવેરેવનો રેકોર્ડ સીટીપાસ સામે સારો નહોતો. સાતમા ક્રમાંકિત આ ખેલાડી છેલ્લી પાંચ મેચમાં પાંચમાં ક્રમાંકિત ગ્રીસના સીટીપાસથી હારી રહ્યો હતો.

તે હજી પહેલા સેટમાં હાર્યો હતો, પરંતુ બીજા સેટમાં ૨૨ વર્ષીય સીટીપાસ સામે જબરદસ્ત વાપસી કરી હતી. કાંટા ના મુકાબલામાં આ સેટમાં તેઓએ ૭-૬થી જીત મેળવી. છેલ્લે ત્રીજો સેટ અને કારકિર્દીનું અને ૧૪ મી એટીપી ટાઇટલ જીતી લીધું હતું. વર્ષ ૨૦૨૧ માં તેની આ પહેલી મોટી સફળતા પણ છે. આવતા અઠવાડિયે શરૂ થતા મિયામી માસ્ટર્સમાં નોવાક જોકોવિચ, રાફેલ નડાલ, રોજર ફેડરર અને ડોમિનિક થીમની ગેરહાજરીમાં આ બે ખેલાડીઓમાંથી એક ખિતાબ જીતી શકે છે. યાદ રાખો કે સીટીપાસે વર્ષના પ્રથમ ગ્રેડેસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.