તમામ રાજ્યોએ 31 જુલાઇ સુધીમાં એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ લાગુ કરવું જોઈએ: SC
29, જુન 2021 495   |  

દિલ્હી-

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એનઆઈસી ને 31 જુલાઈ સુધી, અસંગઠિત મજૂરો ની નોંધણી માટે, પોર્ટલ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ અશોક ભૂષણ ની બેંચે, કામદારો ના પ્રવાસી મજદુરોના કેસમાં, સ્વયં સંજ્ઞાન લેતા કહ્યું કે, " આ કેસમાં આદેશ આપ્યો હતો કે, બધા રાજ્ય 31 જુલાઇ સુધી, વન રાષ્ટ્ર વન રેશનકાર્ડ લાગુ કરે."

કોર્ટે કહ્યું છે કે, " તમામ રાજ્યો એ મજૂરો ને મફત રાશન આપવાની યોજના તૈયાર કરવી જોઈએ." કેન્દ્રએ તેમને રાશન આપવું જોઈએ." કોર્ટે તમામ રાજ્યો ને કોરોના રોગચાળા સુધી, સમુદાયના રસોડા ઓ સાથે ચાલુ રાખવા નિર્દેશ આપ્યો હતો. 11 જૂને સુપ્રીમ કોર્ટે આ ચુકાદો અનામત રાખ્યો હતો. જેની સુનાવણી દરમિયાન જસ્ટિસ અશોક ભૂષણ ની અધ્યક્ષતા વાળી ખંડપીઠે, તમામ રાજ્યો ને વન નેશન વન રેશનકાર્ડ ની યોજના લાગુ કરવા જણાવ્યુ હતુ. જેથી પરપ્રાંતિય મજૂરોને રાશન મળી શકે.

સુનાવણી દરમિયાન કોર્ટને, મહારાષ્ટ્ર અને પંજાબ સરકાર વતી કહેવામાં આવ્યું કે, "તેઓએ વન નેશન વન રેશનકાર્ડની યોજના અમલમાં મૂકી છે. " સુનાવણી દરમિયાન, જ્યારે પશ્ચિમ બંગાળ સરકાર તરફે હાજર રહેલી સલાહકારે કહ્યું હતું કે," આધાર સાથે જોડાવાની સમસ્યા ને કારણે, રાજ્ય સરકારે આ યોજના લાગુ કરી નથી." ત્યારે કોર્ટે કહ્યુ હતુ કે, " આ માટે કોઈ બહાનુ ચાલશે નહીં, બધા રાજ્યો એ વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ કરવાની ખાતરી આપવી જોઈએ."

વન સરકારે નેશન વન રેશનકાર્ડ યોજના અંગે, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યુ હતુ કે, " આ યોજના દિલ્હીમાં લાગુ કરવામાં આવી નથી. દિલ્હીમાં, તેનો અમલ ફક્ત સીમાપુરી વર્તુળમાં કરવામાં આવ્યો છે." કેન્દ્ર સરકારે કહ્યુ હતુ કે, " આ યોજના સમગ્ર રાજ્યમાં લાગુ છે. તેવો દિલ્હી સરકારનો દાવો ખોટો છે."

કેન્દ્ર સરકારે કહ્યુ છે કે, " 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લગભગ 86 ટકા વસ્તીને ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ લાવવામાં આવી છે અને તેમને વન નેશન વન રેશનકાર્ડ યોજનાનો લાભ મળી રહ્યો છે." કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, " આસામ, છત્તીસગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં આ યોજના લાગુ કરવામાં આવી નથી. તેનો અમલ કરવાની આ રાજ્યોની જવાબદારી છે."

કેન્દ્ર સરકારે કહ્યુ હતુ કે, " કોરોના દરમિયાન, તેમણે વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજનાના ત્રીજા તબક્કા હેઠળ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધારાનુ અનાજ પ્રદાન કરાવ્યુ છે. મે અને જૂન મહિનામાં, વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ મફત અનાજ આપવામાં આવ્યું છે. 80 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે."

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution