T20 વિશ્વકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, આન્દ્રે રસેલ સંન્યાસ લેશે
17, જુલાઈ 2025 જમૈકા   |   2574   |  

હોમ ગ્રાઉન્ડ જમૈકાના સબિના પાર્ક ખાતે રમાનારી પ્રથમ બે મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેર કરવાનો છે. રવિવારથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી પાંચ મેચની T20 શ્રેણી માટે રસેલને ટીમમાં સામેલ કરાયો છે. ઈએસપીએનના રિપોર્ટ મુજબ, રસેલ તેના હોમ ગ્રાઉન્ડ જમૈકાના સબિના પાર્ક ખાતે રમાનારી પ્રથમ બે મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે.

રસેલે 2012 અને 2016 માં ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમનો ભાગ હતો. 2019થી તેણે મુખ્યત્વે સૌથી ટૂંકા ફોર્મેટમાં રમવાનું પસંદ કર્યું છે, જોકે તેણે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી છે.

આન્દ્રે રસેલ વિશ્વભરની વિવિધ T20 લીગમાં ખૂબ જ લોકપ્રિય ખેલાડી છે, જેમાં IPL, BBL, કેરેબિયન પ્રીમિયર લીગ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ વગેરેનો સમાવેશ થાય છે.

આન્દ્રે રસેલ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે એક મુખ્ય ખેલાડી રહ્યો છે અને તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેણે IPLમાં 140 થી વધુ મેચો રમી છે અને 2,651 થી વધુ રન બનાવ્યા છે, જેમાં 12 અડધી સદીઓ અને 88* નો સર્વોચ્ચ સ્કોર સામેલ છે. તેણે IPLમાં 123 થી વધુ વિકેટો પણ લીધી છે,


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution