17, જુલાઈ 2025
ગાંધીનગર |
2574 |
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અગાઉ જાહેર થઈ ચુક્યુ છે
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વહેલી સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવ્યું હતું. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 51.58 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષમાં 33,731માંથી 17,397 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જૂન-જુલાઈ, 2025માં લેવાયેલી પૂરક પરીક્ષામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અગાઉ જાહેર થઈ ચુક્યુ હતુ. આજે હવે સામાન્ય પ્રવાહનું પણ પરિણામ આવી ગયું છે. બુધવારે શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા દ્વારા રિઝલ્ટની જાહેરાત કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં ધોરણ 10નું પણ પરિણામ જાહેર થશે તેવી સંભાવના છે.
ઉલ્લેખનિય છે કે, ધોરણ-10 અને 12માં બોર્ડની પરીક્ષામાં 1-2 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓનું આખું વર્ષ ન બગડે તે માટે પૂરક પરીક્ષા લેવામાં આવે છે. જેમાં પાસ થયા બાદ વિદ્યાર્થીઓ તેજ વર્ષમાં આગામી અભ્યાસમાં જોડાઈ શકશે.