અમદાવાદ-

અમદાવાદના નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર થી નારાજ થઈ ને આજે નરોડાના મંત્રી ધારણા પર બેઠા હતા. કોર્પોરેટરની કામગીરીથી નરોડા વિસ્તારના લોકો ઘણા નારાજ જોવા મળી રહ્યા છે . અગાઉ હંસપુરા ગામના સ્મશાન વિવાદ પણ ઘણો વકર્યો હતો જેને લઈને પણ કોર્પોરેટરોએ સ્થાનિકોની મદદ નહોતી કરી અને બિલ્ડરો સાથે મળી ગયા હતા. ત્યારે હવે ખુદ ભાજપના જ મંત્રી કોર્પોરેટરો અને અધિકારીઓના કામથી નિરાશ અને નારાજ થઈ ધરણા પર બેસી ગયા હતા. આજે સવારે નરોડા વોર્ડના ભાજપના મંત્રી મયુરસિંહ વાઘેલા નોબલનગર સિવિક સેન્ટર ખાતે ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેટરો અને અધિકારીઓ કામ નથી કરતા.


મયૂરસિંહ વાઘેલા એ સોશિયલ મીડિયામાં તેઓએ પોસ્ટ મૂકી હતી કે પાટીદારવાડી, મામા કલ્યાણ ચાર રસ્તા, આદિશ્વર, સત્યમ વિદ્યાલય, ધર્મનાથ, સેન્ટ મેરી સ્કૂલ, શ્રીરામ ચોકડી સુધી પાવડર, દવાનો છંટકાવ, મચ્છરજન્ય ધુમાડો અને ગટરના પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી ધરણા પર બેઠો છું. કાઉન્સિલરને ફરિયાદ કરી થાકી ગયો છું. અધિકારીઓ કામ નથી કરતા. મારી પાસે ઓપ્શન નથી. ભાજપના જ મંત્રી ધરણા પર બેસી જતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને સ્થાનિક નેતાઓ નરોડા ખાતે તાબડતોડ દોડી ગયા હતા અને વોર્ડ ઓફિસમાં બેસી મીટીંગ કરી હતી.અને સમજાવટ બાદ મયૂરસિંહ વાઘેલા ને ધરણા પરથી ઊભા કર્યા હતા. આ વિશે વાત કરતાં શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ એ જણાવ્યુ હતું કે નરોડામાં મયુર સિંહ વાઘેલા આજે ધરણા પર બેઠા હતા જેની જાણ થઈ હતી. તેમની સાથે મુલાકાત અને બેઠક બાદ સમાધાન કરાવ્યું હતું અને તેઓ ધારણા પર થી ઉઠી ગયા હતા. જોકે નરોડામાં બેઠેકા આ મહામંત્રી એક પૂર્વ કોર્પોરેટર ના ખાસ માણસ છે અને કેટલા સમયથી સામ સામે પક્ષાપક્ષી થઈ રહી છે. અધિકારીઓ અને નેતાઓ રાજનીતિમાં જનતાના કામો લટકી રહયા છે.