ગજબ, બ્રિજના અંડર પાસ સાથે BRTS અથડાઈ, થયા આવા હાલ..
09, ડિસેમ્બર 2020 396   |  

અમદાવાદ-

માં ફરી એકવાર BRTS બસનો આંતક સામે આવ્યો છે. શહેરના અખબારનગર અંડરપાસમાં BRTS બસને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે BRTS બસના ડ્રાઈવરે અંડરપાસમાં સંતુલન ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. અખબારનગર અન્ડરબ્રિજના પિલ્લર સાથે આખી બસ જ ઘુસી જતા બસના બે ભાગ થઈ ગયા હતા.  શહેરમાં બીઆરટીએસ બસનો વધુ એક અકસ્માત થયો છે,બપોરના સમયે શહેરના અખબારનગર અંડરબ્રિજમાં એક બીઆરટીએસ બસ દિવાલમાં ઘૂસી ગઇ હતી, જેમાં બસના બે ટુકડા થઇ ગયા છે. બસ સ્પીડમાં હોવાને કારણે બસના બે ટુકડા થઇ ગયા છે, ડ્રાઇવર અને કેટલાક મુસાફરોને ઇજાઓ થતા તેમની સારવાર કરાઇ છે. જો કે આ અકસ્માતમાં કોઇ મોટી જાનહાનિ થઇ નથી. અખબારનગર અંડરપાસમાં અકસ્માતને પગલે આસપાસ ટ્રાફિક જામ થઇ ગયો હતો, પોલીસે આવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને હાલમાં બસને ત્યાથી લઇ જવાની કાર્યવાહી કરાઇ રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એક બાઇક ચાલકને બચાવવા જતા બીઆરટીએસ બસનો આ અકસ્માત થયો છે, જો કે સાચી માહિતી શું છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution