મુંબઈ-

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સોમવારે પોતાની પુત્રી અને પતિ વિરાટ કોહલી સાથે એક તસવીર શેર કરી છે. આમાં અનુષ્કા તેની પુત્રીને ખોળામાં લઇને રમાડતી જોવા મળી રહી છે. જોકે, તસવીરમાં તેનો ચહેરો દેખાઈ રહ્યો નથી. તેણે આ તસવીર શેર કરવા સાથે કરેલા ટ્વીટમાં તેણે કહ્યું કે પુત્રીનું નામ વામિકા છે.


વામિકાથી સ્પષ્ટ છે કે વિરાટના નામના શરૂઆતના અક્ષર 'વ' અને અનુષ્કાના નામનો છેલ્લો અક્ષર 'ક' ઉમેરીને આ નામ રાખવામાં આવ્યું છે. અનુષ્કાએ પહેલા ટ્વીટ કર્યું હતું કે 'અમે પ્રેમ સાથે રહીએ છીએ, આ જીવનશૈલી છે પણ આ નાનકડી વામિકા તેને એક નવા સ્તરે લઇ ગઈ છે! કેટલીકવાર થોડીવારમાં જ આંસુઓ, હાસ્ય, ચિંતા, આનંદ, બધી ભાવનાઓ એક સાથે થઈ જાય છે.