દિલ્હી-

ભારત અને ચીન સીમા વિવાદને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લદાખની મુલાકાતે છે. આ બે દિવસના પ્રવાસમાં તે જમ્મુ કાશમીર પણ જશે. રાજનાથ સિંહે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લદાખ અને જમ્મુ કાશ્મીરની બે દિવસની મુલાકાતે છે. આ સમય દરમિયાન રાજનાથસિંહ બોર્ડર પર તૈનાત જવાનો સાથે વાતચીત કરશે. 

નોંધનીય છે કે, પેન્ગોન્ગ લેક એ જ વિસ્તાર છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. ભારતના રક્ષા મંત્રીની હાજરીમાં એક પછી એક ચીનને પોતાની તાકાતનો અહેસાસ કરાવી રહ્યા છે. રક્ષા મંત્રીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાને પણ ઉપસ્થિત છે.  રક્ષા મંત્રી રાજનાથ સિંહ લેહ માટે આજે સવારે રવાના થયા. ભારત-ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અનેકવાર દિલ્હીમાં સેના પ્રમુખ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સાથે બેઠક કરીને બોર્ડર પર હાલતની અપડેટ્સ લેતા રહ્યા છે.