હાલોલ, તા.૧૨

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે ગુજરાત સહિત આંતર રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં માઇ ભકતો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા જેમાં રવિવારે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર કુદરતે સર્જેલ પ્રાકૃતિક વાદળછાયા ખુશનુમા અને નયનરમ્ય વાતાવરણમાં હજારોની સંખ્યામાં માઇ ભકતો એ મહાકાળી માતાજીના દર્શન કરી મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી કુદરતી વાતાવરણનો પણ લ્હાવો લેવાની અનુભતી મહેસુસ કરી હતી.

    સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન જગત જનની મહાકાળી માતાજીના મંદિરે વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળુ માઇભકતો મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે જેમાં શનિવાર રવિવારની રજા સહિત તહેવારોમાં હજારોની સંખ્યામાં યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટે છે જેમાં ૧૨મી જૂન રવિવારના રોજ રજાને પગલે યાત્રાધામ પાવાગઢ ખાતે ગુજરાત સહિત આંતર રાજ્યોમાંથી વહેલી સવારથી મહાકાળી માતાજીના ભક્તો નો ઘસારો પાવાગઢ ખાતે શરૂ થયો હતો જેમાં વહેલી સવારથી સાંજ સુધીમાં હજારોની સંખ્યામાં મહાકાળી માતાજીના ભક્તોએ માતાજીના મંદિરે માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવી માતાજીની પૂજા-અર્ચના કરી પોતાની માનતાઓ અને બાધાઓ પૂરી કરી ધન્યતા અનુભવી હતી

      જ્યારે રવિવારે યાત્રાધામ પાવાગઢ ડુંગર કુદરતે સર્જેલા અદભુત પ્રાકૃતિક વાદળછાયા ખુશનુમા અને નયનરમ્ય વાતાવરણ વચ્ચે હજારોની સંખ્યામાં પાવાગઢ આવેલા યાત્રિકોએ એક અનોખા કુદરતના પ્રાકૃતિક વાતાવરણની અનુભૂતિ કરી હતી અને મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે ડુંગર પર સર્જાયેલા અદ્ભૂત વાતાવરણનો પણ લહાવો લીધો હતો જ્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે હજારોની સંખ્યામાં માઇ ભકતો ઉમટી પડતા જિલ્લા પોલીસ તંત્ર સહિત સ્થાનિક પાવાગઢ પોલીસ દ્વારા પાવાગઢની તળેટી ચાંપાનેરથી લઈ માચી અને ડુંગર પર માતાજીના મંદિર સુધી ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાયદો વ્યવસ્થાને અનુલક્ષીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી.