કેન્દ્રીય બજેટ ૨૦૨૪ પહેલા નાણામંત્રીની ઉપસ્થિતિમાં હલવા સમારોહનું આયોજન
16, જુલાઈ 2024 990   |  


  નવી દિલ્હી:કેન્દ્રીય બજેટ ૨૦૨૪ માટે બજેટ તૈયારી પ્રક્રિયાના છેલ્લા તબક્કામાં મંગળવારે નાણા મંત્રાલય એટલે કે નોર્થ બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી ર્નિમલા સીતારમણની હાજરીમાં નોર્થ બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પરંપરા મુજબ, બજેટની તૈયારીની “લૉક-ઇન” પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં દર વર્ષે એક હલવા સમારોહનું આયોજન નાણામંત્રી દ્વારા કરવામાં આવે છે. આ હલવો સમારોહ સૂચવે છે કે બજેટને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તેનું પ્રિન્ટિંગ કામ શરૂ થઈ ગયું છે. આ સમારોહમાં બજેટ તૈયાર કરનાર મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. વાસ્તવમાં નાણા મંત્રાલયના બજેટ વિભાગના તમામ અધિકારીઓ જે બજેટ બનાવવાના કામમાં લાગેલા છે તેમને સંસદમાં બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેમના પરિવારનો સંપર્ક કરવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં, સરકાર તેમની મહેનત માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હલવા સમારોહનું આયોજન કરે છે જે એક પરંપરાગત કાર્યક્રમ છે જે બજેટના છાપકામ પહેલા ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે બજેટ બનાવવાની લાંબી પ્રક્રિયાના અંત પછી, મીઠાઈ ખાઈને બજેટની પ્રિન્ટિંગને ઔપચારિક રીતે ધ્વજવંદન કરવામાં આવે છે. નાણાપ્રધાન કઢાઈને હલાવીને અધિકારીઓને હલવો પીરસીને બજેટ માટે આગળ વધે છે. આ સમારોહ નાણા મંત્રાલયના નોર્થ બ્લોકના ભોંયરામાં થાય છે, જ્યાં બજેટ છાપવા માટે એક ખાસ પ્રિન્ટિંગ પ્રેસ હાજર હોય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution