મુંબઇ-
બોબી દેઓલને ઓટીટી સિરીઝનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. વેબ સિરીઝ 'આશ્રમ'માં બાબા નિરાલાની ભૂમિકા નિભાવવા બદલ તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. 20 ફેબ્રુઆરીએ 5 માં દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એવોર્ડ્સનું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ જીત્યા પછી બોબી દેઓલે મમ્મી સાથે ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં તે તેની મમ્મી અને એવોર્ડ સાથે જોવા મળી રહ્યો છે.