નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ભાઈ-બહેનની જાેડી વિજેતા બની
26, જુન 2025 નસવાડી   |   1782   |  



નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ભાઈ બહેન ની જાેડી વિજેતા બની જ્યારે એક મહિલાને હરાવવા માટે તાલુકા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ મેદાનમાં ઉતર્યા હતા પરંતુ ભાજપ પ્રેરિત પેનલના સભ્યની હાર થતાં શોભજનક સ્થિતિમાં મુકાયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડીના વોર્ડ નંબર ૮ ના સરકાર ફળિયા ચાર રસ્તા ના મેમણ તરન્નુમ અબ્દુલ કાદિર સ્ટેશન વિસ્તારમાં ઉભા રહ્યા હતા તેઓની સામે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર સોલંકી અસ્મિતાબેન ગજેન્દ્રસિંહ ઉભા રહ્યા હતા અને આ વોર્ડમાં ૭૭૫ જેટલા મત હતા તેની સામે ૫૭૦ જેટલા મતોનો મતદાન થયું હતું. જ્યારે તેઓ ૨૭૦ મત થી જીત્યા હતા અને ભાજપ પ્રેરિત પેનલ માટે પ્રચાર માટે ભાજપ તાલુકા પ્રમુખ સહિત ભાજપના નેતાઓ પ્રચાર માટે ઉતર્યા હતા જ્યારે ભાજપના નેતાઓ મેદાનમાં હોવા છતાં એ ભાજપ પ્રેરિત પેનલ ના સભ્યો ની હાર થઈ હતી જ્યારે વોર્ડ નંબર ૧૨ માં મેમણ શકીલભાઈ હનીફભાઈ સહકાર પેનલમાંથી ઉમેદવારી કરી હતી જ્યારે ભાજપ પ્રેરિત પેનલ ના ઉમેદવાર તરીકે મન્સૂરી અજરૂદ્દીન રાજુભાઈ ઉમેદવારી કરી હતી જ્યારે વોર્ડ નંબર ૧૨ માં ૪૪૨ મતોનું મતદાન થયું હતું જેમાં મેમણ શકીલભાઈ હનીફભાઈ ને ૨૫૯ મતો થી વિજેતા થયા હતા. જ્યારે ૧૨ માં વોર્ડ માં પણ ભાજપ પ્રેરિત પેનલના સભ્યની હાર થતા ભાજપ છાવણીમાં હડખમ મચી ગયો છે જ્યારે આ ભાઈ બહેન ની જાેડીએ નસવાડી ગ્રામ પંચાયતમાં વિજેતા બનીને અત્યાર સુધીનો ઇતિહાસ રચ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution