17, સપ્ટેમ્બર 2022
198 |
અમદાવાદ, શહેરમાં આજે વહેલી સવારે મેમનગર બી આર ટી એસ બસમાં અચાનક આગ લાગી હતી. અચાનક બસ બંધ પડી ગઈ હતી અને એન્જિનમાથી ધુમાડો નીકળતા તાત્કાલિક બસમાઠી ૨૫ જેટલા મુસાફરોને ઝડપી બહાર નીકળી દેવામાં આવ્યા હતા જેથી કોઈ જાનહાનિ થઈ નથી અને આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. વહેલી સવારે બસ ચાંદખેડાથી આર ટી ઑ મણિનગર તરફ જતી હતી ત્યાં મેમનગર બિઆરટીએસના થોડા જ અંતરે બસ બંધ થઈ ગઈ હતી અને એન્જિન માંથી ધુમાડા નીકળતા બસમાં રહેલા ફાયર સેફ્ટી વડે ધુમાડા પર પાવડર ફોર્મ છાંટવામા આવ્યું હતું પરંતુ કઈ ફર્ક નહીં પડતાં થોડા જ સમયમાં બસમાં આગ લાગી ગઈ હતી અને બીઆરટીએસ બસસ્ટેન્ડને પણ નુકશાન પહોચ્યું હતું. જાેકે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયરની ૩ ગાડીઓ અને ઓફિસરો પહોચી ગયા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. જાેકે બસ બંધ પડી ગયા બાદ પણ બસના ડ્રાઈવર દ્વારા સમયસૂચકતા વાપરી અને મુસાફરોને ઉતારી લેવાતા કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઉપરાંત આજે બપોરે એક વાગે ગોતા મહાત્મા આવાસ પાસે આવેઌ પાણીની ટાંકી આગડથી હીરામણી સ્કૂલની બસ નીકળતી હતી ત્યાં બસનો પાછળનો ભાગ લાઇટના થાંભલા સાથે અથડાઇ જતાં વીજળીનો હાઈટેન્શન વાયર તૂટી અને બસ ઉપર પડ્યો હતો. બસમાં સવાર તમામ વિધાર્થીઓને ઉતારી લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાથે સાથે હીરામણી સ્કૂલના ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓને પણ જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા ગયા હતા. ફાયરના અધિકારીએ જણાવ્યુ હતું કે એક બાજુ કોર્પોરેશનનું કામ ચાલતું હતું ત્યારે બસના ડ્રાઈવર દ્વારા બસ વચ્ચેથી કાઢતા આ ઘટના બની હતી.