દેશમાં કોલસાની અછતના લીધે વીજસંકટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સામસામે આવ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ઓક્ટોબર 2021  |   8811

દિલ્હી-

દિલ્હીમાં કોઇ વીજકાપ લદાવા જઇ રહ્યો નથી. ઘરેલુ અને આયાતી કોલસાનો પુરવઠો કિંમતની પરવા વિના અવિરત રીતે જારી છે. કોઇપણ સંજાેગોમાં ગેસનો પુરવઠો પણ ખૂટી જવાનો નથી. રવિવારે આર કે સિંહે તેમના મંત્રાલયના અધિકારીઓ, તાતા પાવર અને ગેઇલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વીજ ઉત્પાદકો અને વિતરક કંપનીઓએ કોલસાનો જથ્થો ફક્ત બે દિવસ ચાલે એટલો જ હોવાનો દાવો કર્યો. ગુજરાતના મુંદ્રા ખાતે આવેલી તાતા પાવરે વીજળીનું ઉત્પાદન સ્થગિત કરી દીધું, મુંદ્રા સ્થિત અદાણી પાવર પણ કોલસાની અછતનો સામનો કરી રહી છે. ગ્રીડ ઓપરેટરના જણાવ્યા અનુસાર 135 પાવર સ્ટેશન પાસે બે દિવસના કોલસાનો જથ્થો દિલ્હીમાં વીજવિતરણ કરતી તાતા પાવરે ગ્રાહકોને જાળવીને વીજળી વાપરવા એસએમએસ કર્યા. દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ મોદીને કોલસાની અછત પર પત્ર લખ્યો પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશને સંખ્યાબંધ વિસ્તારમાં 3-4 કલાકનો વીજકાપ લાગુ કર્યો. સમગ્ર રાજસ્થાનમાં રોજનો એક કલાકનો વીજકાપ લાગુ કરાયો.  તામિલનાડુ, ઝારખંડ, બિહાર અને આંધ્રપ્રદેશમાં કોલસાની તીવ્ર અછતથી વીજકાપ લાગુ રાજ્ય સરકારોએ થર્મલ પાવર સ્ટેશનો માટે કોલસાનો જથ્થો ખૂટી રહ્યાની ફરિયાદો કેન્દ્ર સરકારને કર્યા બાદ રવિવારે કેન્દ્રીય ઊર્જામંત્રી આર કે સિંહે જણાવ્યું હતું કે, કોલસાની અછત અંગે રાજ્ય સરકારો દ્વારા ખોટો ભય ફેલાવવામાં આવી રહ્યો છે.

દેશ પાસે પૂરતા પ્રમાણમાં વીજળી ઉપલબ્ધ છે અને અમે આખા દેશને વીજળી પૂરી પાડી રહ્યાં છીએ. જે રાજ્યને વીજળીની જરૂર હોય તે અમને વિનંતી મોકલે અને અમે તેમને વીજપુરવઠો પૂરો પાડીશું. તાતા પાવર અને ગેઇલ દ્વારા ફેલાવવામાં આવી રહેલા બેજવાબદાર નિવેદનોના કારણે ભયનો માહોલ સર્જાયો છે. દિલ્હીમાં પણ ખોટી રીતે ભય ફેલાવવામાં આવી રહ્યો છે. દિલ્હી પાસે હજુ 4 દિવસ ચાલે એટલો કોલસો ઉપલબ્ધ છે અને દિલ્હીને ટૂંકસમયમાં કોલસાનો પુરવઠો મળશે. કેન્દ્રીય કોલસામંત્રી પ્રહલાદ જાેશીએ રવિવારે જણાવ્યું હતું કે, દેશમાં વીજસંકટ સર્જાવાની કોઇ સંભાવના નથી. કોલ ઇન્ડિયા પાસે કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ચોમાસાનો અંત આવતાં જ કોલસાના પુરવઠામાં વધારો થશે. કોલ ઇન્ડિયા પાસે અત્યારે 430 લાખ ટન કોલસાનો જથ્થો છે જે દેશની જરૂરિયાત 24 દિવસ સુધી પૂરી કરી શકે છે. પાવર સ્ટેશનોને દરરોજ કોલસાનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં વીજ ઉત્પાદનમાં ૨૪ ટકાનો વધારો થયો છે.


 

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution