ભરૂચ, તા.૧૮ 

ભરૂચમાં નર્મદા તટ ઉપર ખાસ ઉભું કરાયેલ કોવિડ સ્મશાન ફરી એક વખત વિવાદની એરણે ચડ્યું છે. તંત્રની લાપરવાહીના કારણે ઘણીબધી અગવડો વચ્ચે પણ જીવના જોખમે સંક્રમિત અને શંકાસ્પદ કોરોના દર્દીઓની લા શના અંતિમ સંસ્કારની ધૂરા સાંભળતા ધર્મેશ સોલંકીએ પાંચ દિવસમાં તંત્ર પોતાની માંગણી ન સંતોષે તો કોવિડ સ્મશાનમાં અગ્નિસંસ્કારની કામગીરી નહિ કરે તેવો હુંકાર કરતા ખળભળાટ ઉભો થયો છે.

જીલ્લામાં આરોગ્ય તંત્રના ચોપડે મૃત્યુ અંક ૨૮ ઉપર સ્થિર છે.પરતું રોજના ૮થી ૧૦

મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવી રહ્યા છે.જેના કારણે અંતિમ સંસ્કાર પણ રાત દિવસ કરવા પડે છે.જેના કારણે નગર પાલિકાએ શહેરી પુરતો જ કોન્ટ્રકટ નક્કી કર્યો હતો.પરંતુ જીલ્લાના ૯ તાલુકમાંથી મૃતદેહો અંતિમ સંસ્કારનું ભારણ વધી જતા વેતન પણ કામગીરી મુજબ નહિ મળતા પુનઃ એક વખત વિવાદ સર્જાયો છે.ત્યારે પાંચ દિવસ માનવતાની દ્રષ્ટિએ સ્વયંસેવકોની માંગણી નહી સંતોષાય તો કામગીરી અડગા રહેવાનીની ચિંમકી ઉચ્ચારવામાં આવી છે..

ભરૂચ જીલ્લામાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ જીવ પણ ગુમાવી રહ્યા છે અને કોરોનાની સારવાર લઈ જીવ ગુમાવતા

મૃતદેહોના અંતિમ સંસ્કારનો વિવાદ હરહમેશા ઉભો થયો છે.ત્યારે ફરી એકવાર કોરોના

મૃતદેહના અંતિમ સંસ્કાર કરનારા સ્વયંસેવકો તેઓની સુરક્ષાના મુદ્દે તંત્રની સામે બાયો ચઢાવી છે અને કોન્ટ્રકટ નગર પાલિકા દ્વારા માત્ર નગર પાલિકાની હદમાં આવતા હોસ્પીટલોમાં કોરોના અને શંકાસ્પદ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટેનો કોન્ટ્રાકટ અપાયો હતો જેમાં સવારના ૭થી સાંજના ૭ સુધી અંતિમ સંસ્કાર કરવા અંગેનો કોન્ટ્રાકટ અપાયો હતો.

પરંતુ કોરોનાની સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓ મોતની સંખ્યામાં વધારો થતા ભરૂચ જીલ્લાના ૯ તાલુકાની હોસ્પીટલોમાં મૃત્યુ પામતા મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ અંકલેશ્વરના દક્ષીણ છેડે ઉભું કરાયેલું કોવીડ ૧૯ સ્મશાન ખાતે કરવામાં આવતા હોવાના કારણે અંતિમ સંસ્કારની પ્રક્રિયા રાત દિવસ ચાલતી હોય અને સ્વયં સેવકોને પણ સતત ખડેપગે રહી અંતિમક્રિયા કરવી પડતી હોવાના કારણે કામગીરી મુજબની વેતન ન મળતા ભરૂચ નગર પાલિકાનો કોન્ટ્રાકટ ૧૭મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતા રાત્રીએ સ્વયં સેવકોએ પાલિકાના વાહનો પરત આપી દીધા હતા.પરંતુ રાત્રી દરમ્યાન વિવિધ હોસ્પીટલોમાં ૫ દર્દીઓના મોત થતા વેલ્ફેર હોસ્પીટલમાં મૃત્યુ પામેલાના સ્વજનો સ્વયંસેવકોના ઘરે પહોંચી આજીજી કરતા સ્વયંસેવકોએ માનવતાની દ્રષ્ટિએ સવારે અંતિમ સંસ્કાર કર્યા હતા અને પાંચ દિવસ સુધી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરશે અને સ્વયંસેવકોની માંગણી નહી સ્વીકારાય તો કોઈપણ મૃતદેહોના અંતિમ સંસ્કાર નહિ કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે.

નગર પાલિકાની હદ વિસ્તારના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કોન્ટ્રાકટ અપાયો હતો ઃ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા

ભરૂચ નગર પાલિકાની હદમાં આવેલા હોસ્પીટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ સારવાર દરમ્યાન મોતને ભેટતા હોય જેના કારણે પાલિકાએ માનવતાની દ્રષ્ટિએ મૃતદેહ રઝળતા ન રહે એના માટે સવારના ૭થી સાંજના ૭ સુધી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે કોન્ટ્રાકટ અપાયો હતો અને દિવસ દીઠ ૬૦૦૦ રૂપિયા લેખે ૬૦ દિવસમાં ૩ લાખ ૬૦ હજાર રૂપિયાની ચુકવણી સ્વયંસેવકોને કરી છે અને નગર પાલિકાની હદ વિસ્તાર સિવાય જીલ્લાના અન્ય તાલુકાઓમાંથી આવતા મૃતદેહોના અંતિમ સંસ્કારનું ભારણ પણ વધ્યું છે.પરંતુ તે જવાબદારી જે તે તંત્રની છે અને હાલ મૃતદેહોની સંખ્યા વધી હોય જેના કારણે વિવાદ સર્જાયો છે.જેમાં ભરૂચ નગર પાલિકા પોતાની ફરજના ભાગરૂપે કોન્ટ્રાકટ આપ્યો હતો.ભરૂચ શહેર વિસ્તારની બહારના મૃતદેહો આવતા હોય તો તેઓના અંતિમ સંસ્કાર કરવા કે નહિ કરવા તે સ્વયંસેવકોનો પ્રશ્ન છે.