આગામી ૧૪ માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર એસ.એસ.સી. અને એચ.એચ.સી પરીક્ષાઓ ૨૦૨૩ની જાહેર પરીક્ષાનો પ્રાંરભ થશે. ધોરણ ૧૦માં ૪૭,૪૮૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૨ માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ મળીને ૩૦,૪૯૪ પરીક્ષાર્થીઓ છે. ત્યારે પરીક્ષા શરૂ થવાનાં આગલા દિવસે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા નિહાળવા ઘસારો થયો હતો. અને ધો, ૧૦ અને ધો.૧૨નાં અલગ અલગ સ્ટોંગરૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પરીક્ષા શાંતિપુર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રકારના તકેદારીનાં પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પરીક્ષા કંન્ટ્રોલ રૂમ, વિકલાંગો માટેની બેઠક વ્યવસ્થા, સંવેદનશીલ પરીક્ષા કેન્દ્વો, અને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર પર વર્ગ ૧અને વર્ગ ૨ ના અધિકારીઓની નીરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે. જાહેર પરીક્ષાનું સફળ સંચાલન માટે ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા પણ ગોઠવવાનો એકશન પ્લાન તૈયાર કરવામનાં આવ્યો છે. પરીક્ષા દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતીઓ રોકવા માટે પણ ખાસ વ્યવસ્થાગોઠવવામાં આવી છે. અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર કડક સલામતીની વ્યવસ્થા કરવામા આવશે.પરીક્ષા સ્થળની આજુબાજુ પ્રતિબંધાત્મકકલમ ૧૪૪નાં હુકમો નો અમલ કરવામાં આવશે. અને પરીક્ષાનાં સ્થળોની આસપાસ હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમેજ પ્રશ્નપત્ર વહન કરતા વાહનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. તેમેન પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાની રહેશ. સાથે પરીક્ષાર્થી જાે પરીક્ષામાં ગેરરીતી ઝડપાશે તો તેની જવાબદારી પરીક્ષા કેન્દ્વનાં ખંડ નિરીક્ષકની રહેશે. આંમ બોર્ડની ઘોરણ ૧૦ અને ઘોરણ ૧૨ ની જાહેર પરીક્ષા શાંતિપુર્ણ રીતે સંપન્ન થાય તે માટેની તૈયારીઓને વહીવટતંત્રએ આખરી ઓપ આપી દિઘો છે. અને પરીક્ષા વિના વિધ્ન પુર્ણ થાય તે માટેની વ્યવસ્થા કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

ધો-૧૦ અને ૧૨ની બોર્ડમાં ઝોન પ્રમાણે પરીક્ષાર્થીઓ

  ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં ઝોન પ્રમાણે જાેઇએ તો રાવપુરા ઝોનમાં ૪૧૬ બ્લોકમાં ૧૨૬૯૧, મકરપુરા૩૭૨ બ્લોક ૧૧૨૪૪ કારેલીબાગ ૩૬૭ બ્લોકમાં૧૧૦૮૨ અને ગોત્રી ઝોનમાં ૪૧૧ બ્લોકમા ં૧૨૪૮૫ પરીક્ષાર્થીઓ મળી કુલ ૪૭૪૮૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. કુલ ૧૫૬૬ બ્લોકમાં સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યા છે. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં બે ઝોનમાં માંડવી અને સયાજીગંજ માં ૭૦૪ બ્લોકમા ં૨૨૯૬૦ પરીક્ષાર્થીઓ છે. જયારે વિજ્ઞાન પ્રવાહમાં બે ઝોન માંડવી અને સયાજીગંજમાં ૩૮૧ બ્લોકમાં ૭૫૩૪ પરીક્ષાર્થીઓ છે.

બોર્ડ પરીક્ષાને લઇ શી-ટીમ વિદ્યાર્થિનીઓ માટે ખડેપગે તહેનાત રહેશે

આવતી કાલથી શરૂ થનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓને લઇને શહેર જીલ્લા પોલીસ તંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને શહેર પોલીસ તંત્રની શી-ટીમ દરેક સ્કુલ ઉપર તૈનાત રહેશે. વિદ્યાર્થીઓને પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં તકલીફ પડશે તો શી-ટીમના ટોલ ફ્રી નંબર પર ફોન કરશે તો શી-ટીમની મદદ માંગતા જ શી-ટીમ સ્થળ પર પહોંચી જશે અને વિદ્યાર્થીને તેના કેન્દ્ર ઉપર મૂકી જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શી –ટીમ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર તેમજ આસપાસ ચાંપતી નજર પણ રાખશે.

પાલિકા દ્વારા ૯૨ જેટલી શાળાઓની બહાર વાલીઓ માટે મંડપ અને પાણીની વ્યવસ્થા ઊભી કરાઇ

છેલ્લા કેટલાક સમયથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્કુલોમાં બેઠક વ્યવસ્થા જાેવા માટે મોટી સંખ્યામાં પહોચ્યાં હતા ત્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. જાેકે તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને કોઇ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વડોેદરા મહાનગર પાલિકા દ્વારા શહેરની ૯૨ જેટલી શાળાઓની બહાર વાલીઓ માટે મંડપ અને પાણીની વ્યવસ્થા પણ ઉભી કરવામાં

આવી છે.

પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું ઢોલ- નગારા સાથે કુમકુમ સ્વાગત કરાશે

  બોર્ડની પરીક્ષામા ડે શાળાઓમાંં પરીક્ષા કેન્દ્વો ફાળવવામાં આવ્યા છે. તે કેન્દ્વ સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓ નું ઢોલ નગારા સાથે કંકુ અને ગોળ ધાંણા આપી સ્વાગત કરવામાં આવશે. જેથી એક તંદુરસ્ત વાતવરણમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે. એ સાથે મેયર નિલેશ રાઠોડ સવારે ૯ કલાકે બરોડા સ્કુલ ઓ.એન.જી.સી ડેરી ચાર રસ્તા ખાતે ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવશે.

સેન્ટ્રલ જેલના ૧૯ કાચા-પાકા કામના કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે

આવતી કાલથી શરૂ થનારી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે સેન્ટ્રલ જેલના વેલ્ફેર ઓફિસર મિતેષ રાઠોડે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ જેલના કાચા-પાકા કામના ૧૯ જેટલા કેદીઓ જે અધૂરો અભ્યાસ મુકીને આવ્યા છે તેવા કેદીઓ માટે તેમણો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે દર વર્ષની જે આ વર્ષે પણ સેન્ટ્રલ જેલમાં સ્પેશિયલ ક્વોરેન્ટાઇન બેરેક બનાયેલો છે તેમાં પરીક્ષા લેવામાં આવશે. જે અલગ જ બેરકે ફાળવેલો છે તેમાં દર વર્ષે પરીક્ષામાં લેવામાં આવે છે તેમા જ આ વર્ષે પરીક્ષા લેવામાં આવશે. વધુમાં જણાવ્યું હતુ કે, આ વર્ષે કુલ ૧૯ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમાં એસએસસીમાં ૧૩ અને એચએસસીમાં ૬ કેદીઓ પરીક્ષા આપશે.