/
મુખ્યમંત્રીની વડોદરા ખાતે ઓચિંતી મુલાકાત ઃ ભાજપા ભોંઠી પડી ગઈ!

વડોદરા, તા.૨૫

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગર ઝુપડપટ્ટીની ઓચિંતી મુલાકાત લીધી હતી. ભાજપના અગ્રણીઓ કે અધિકારીઓને પણ આ અંગેની કોઈ જાણ નહોંવાથી અચાનક મુખ્યમંત્રીની મુલાકાત થી દોડઘામ મચી હતી. જ્યારે પોતાના વિસ્તારમાં મુખ્યમંત્રીને જાેઇને લોકો ચોંકી ઉઠ્‌યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે મુખ્યમંત્રી છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે લોકો જીવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી આજે સવારે ૯ઃ૩૦ વાગ્યે અચાનક જ એકતાનગરની મુલાકાતે પહોંચી ગયા હતા. કોઈની પણ જાણ બહાર મુખ્યમંત્રીને પોતાના વિસ્તારમાં આવેલા જાેઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાઇ ગયા હતા. આ દરમિયાન એક વૃદ્ધ મહિલા સહિત સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની મુશ્કેલી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ તેમની મુશ્કેલીઓ દૂર કરવાની હૈયાધારણા આપી હતી.

એક વૃદ્ધ મહિલા અને સ્થાનિકોએ ઝ્રસ્ને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ તમે ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે મુખ્યમંત્રી છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી અમારી સમસ્યાનું નિવારણ તમે લાવી આપો. પાણી અને ગટરની સમસ્યા દૂર કરી આપો.

બીજી તરફ રાજકીય અગ્રણીઓને મુખ્યમંત્રીની એકતાનગરની મુલાકાત અંગે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. આમ કોમન મેનની જેમ આજે કોઇને જાણ કર્યા વિના જ વડોદરાના એકતાનગરમાં પહોંચી ગયા હતા. જેના પગલે સ્થાનિક લોકોમાં પણ ખુશી જવા મળી હતી.એકતા નગરની મુલાકાત બાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીની મુલાકાત મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરે લીધી હતી. જ્યાં એકતા નગરમાં ગંદકી તેમજ ડ્રેનેજ પાણીની સમસ્યા હલ કરવા સુચના ઉપરાંત આવાસો ની શક્યતા અંગેની ચર્ચા કરી હોંવાનુ જાણવા મળે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution