વડોદરા, તા.૧૩

એચ-૩ અને એન-રના વાવર વચ્ચે શહેરમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા હોવાથી તંત્ર સતર્ક બન્યું છે. આજે દિવસ દરમિયાન વધુ ત્રણ કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. શહેરમાં શરદી, ખાંસી, તાવ અને ફલૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે, સાથે છેલ્લા બે-ત્રણ દિવસમાં કોરોનાના કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે.

શરદી, ખાંસી, તાવ અને ફલૂટના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સ્વાઈન ફલૂ એચ-૩ એન-રના કેસ વધતાં આરોગ્યતંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી એકાએક ત્રણ કેસ કોરોના પોઝિટિવ સામે આવતાં આરોગ્યતંત્રની ચિંતા વધી છે. જેને લઈને સ્થાનિક આરોગ્ય વિભાગની સર્વેની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી કરી હતી, જેમાં શંકાસ્પદ રપર જેટલા લોકોના સેમ્પલો લઈ ટેસ્ટ કરાયા હતા જેમાં ત્રણ કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. આ નવા ત્રણ કેસ ગોરવા, ફતેપુરા, પાણીગેટ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. હાલ શહેરમાં ૧ર જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જાે કે, હાલના તબક્કે એકપણ દર્દી વેન્ટિલેટર કે ઓક્સિજન પર ન હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળેલ છે.