ખતરો કે ખિલાડી 11:જાણો શોમાંથી સૌથી પહેલા બહાર કોણ થયું?
18, મે 2021 891   |  

મુંબઇ

સ્ટંટ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11' જુલાઈ મહિનામાં ઓન એર થવાનો છે. હાલ, 12 પોપ્યુલર સેલિબ્રિટી સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં છે અને શોનું શૂટિંગ કરી રહ્યા છે. શો સાથે જોડાયેલી માહિતી સતત સામે આવી રહી છે. જો કે. હાલમાં જે માહિતી મળી છે કે ટીવી એક્ટર વિશાલ આદિત્ય સિંહ કે જે આ શોનો કન્ટેસ્ટન્ટ છે તેના ફેન્સને નિરાશ કરી શકે છે. માહિતી પ્રમાણે વિશાલ આદિત્ય સિંહ શોમાંથી બહાર થઈ ગયો છે. આમ શોમાંથી એલિમિનેટ થનારો તે પહેલો કન્ટેસ્ટન્ટ બન્યો છે.


ઘણા ટીવી શોમાં લીડ કેરેક્ટર પ્લે કરનાર વિશાલ, નચ બલિયે 9 અને બિગ બોસ 13 જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂક્યો છે. અગાઉ, એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, ખતરો કે ખિલાડી 11 તેનો ફર્સ્ટ સોલો રિયાલિટી શો છે. 'પહેલા જે રિયાલિટી શોમાં મેં ભાગ લીધો હતો તેમાં મારી વ્યક્તિગત ભાગીદારી નહોતી. નચ બલિયેમાં હું જોડીમાં હતો અને બિગ બોસ 13માં પણ આવું જ થયું હતું. પરંતુ આભારી છું કે, આ શોમાં કોઈ ડ્રામા બતાવવામાં આવતો નથી અને આ અન્યની જેમ નથી. મારા માટે, આ મારો પહેલો વ્યક્તિગત શો છે જ્યાં દર્શકોને જાણવા મળશે કે વિશાલ આદિત્ય સિંહ કોણ છે. શોમાં મારું નવું રૂપ જોવા મળશે'.

ખતરો કે ખિલાડી 11ના કન્ટેસ્ટન્ટ્સની વાત કરીએ તો, તેમા દિવ્યાંકા ત્રિપાઠી, નિક્કી તંબોલી, અભિનવ શુક્લા, અર્જુન બિજલાની, રાહુલ વૈદ્ય, અનુષ્કા સેન, સના મકબુલ, સૌરભ રાજ જૈન, શ્વેતા તિવારી, આસ્થા ગિલ, વરુણ સૂદ અને મહેક ચહલનો સમાવેશ થાય છે. જ્યારથી આ તમામ કન્ટેસ્ટન્ટ્સ કેપટાઉન પહોંચ્યા છે ત્યારથી સતત પોતાના સોશિયલ મીડિયા પર ત્યાંની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. આ સિવાય તેઓ કેપટાઉનની સુંદર ઝલક પણ દેખાડી રહ્યા છે. આ સીઝનનો હાઈએસ્ટ પેડ કન્ટેસ્ટન્ટ રાહુલ વૈદ્ય હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution