લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ડિસેમ્બર 2025 |
2178
અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં મહાદેવ ગારમેન્ટન્ટ નામની ફર્મના માલિક સાથે દિલ્હીના વેપારીઓએ છેતરપિંડી આચરી છે. જીન્સ પેન્ટના મેન્યુફેક્ચરિંગનો ધંધો કરતા વેપારીનો એજન્ટે સંપર્ક કર્યો હતો. જે બાદ દિલ્હીમાં વેપારી સાથે મુલાકાત કરાવી તેમની સાથે ધંધો કરવા માટે લાલચ આપવામાં આવી હતી. દિલ્હીના વેપારીઓ મોટો ધંધો કરાવી આપવાની લાલચ આપી શહેરના વેપારી પાસેથી ૩.૩૦ કરોડનો માલ ખરીદવામાં આવ્યો હતો. એજન્ટે નાણાંની જવાબદારી સ્વીકારી હોવાથી આટલી મોટી રકમનો ગારમેન્ટન્ટનો માલ ૬૦ દિવસમાં રકમ ચૂકવવામાં વાયદા સાથે આપ્યો હતો. ઘણા સમય સુધી ૮૨.૧૭ લાખ જેટલા રૂપિયા ન આપતા વેપારીએ એજન્ટનો સંપર્ક કર્યો હતો. બાકી રહેલા ૮૨.૧૭ લાખ રૂપિયાની ચૂકવણી કરી નહીં. વેપાર થશે તેના તેના નાણાની જવાબદારી લેવાનું નક્કી કરતા એજન્ટ જીતેન્દ્ર શર્માને બે ટકા દલાલી લેખે ૬.૬૭ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ દિલ્હી વેપારીઓ બાકી રહેલા નાણાની ચૂકવણી ન કરતા ફરિયાદીએ અવાર નવાર ત્રણેયે લોકો સાથે ફોન પર વાતચીત કરી હતી. દિલ્હીમાં વેપારીઓએ ૐડ્ઢહ્લઝ્ર બેંકના ૬૩ જેટલા ચેક આપ્યા હતા. જે ફરિયાદીએ તારીખ પ્રમાણે બેન્કમાં ભરતા તે તમામ ચેક રિટર્ન થયા હતા. જ્યારે અતુલ ગર્ગના પાર્ટનર સુશીલ કુમાર સાથે ફરિયાદીએ નાણા બાબતે વાતચીત કરી તો કહ્યું હતું કે નાણા વપરાઈ ગયા છે ઉઘરાણી માટે આવવું નહીં અને જે થાય તે કરી લેવું. આ શબ્દો સાંભળ્યા બાદ ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ખોટા વાયદા આપ્યા બાદ પણ પેમેન્ટ ન કરતા ફરિયાદીએ અતુલ ગર્ગ, સુનિલકુમાર કારવા, નેહા ગર્ગ અને એજન્ટ જીતેન્દ્ર કુમાર શર્મા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.