ભુતખેડી ગ્રામ પંચાયતમા મનરેગા યોજના હેઠળ સ્ટોનબંધ તેમજ ચેકડેમના બાબતે તપાસની માગ
20, મે 2025 સીંગવડ   |   3663   |  


સીંગવડ તાલુકાના ભુતખેડી ગ્રામ પંચાયત મા મનરેગા યોજના હેઠળ સ્ટોનબંધ તેમજ ચેકડેમ ના વર્ષ ૨૦૨૧- ૨૨ ના વિકાસ ના કામો ૨૦૨૫ ના વર્ષે માં શરૂ કરાતા ભુતખેડી ગામના જ કેટલાક જાગૃત લાભાર્થીઓએ તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરતા સિંગવડ તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે . જ્યારે ભુતખેડી ગામના ૧૫ સર્વે નંબર માં ચાર કરોડ ઉપરાંત મટીરીયલ બીલ ઉપડીયા નો આક્ષેપ પણ કરવામાં આવ્યો .જ્યારે દાહોદ જિલ્લામાં તાંજેતર ના વર્ષ માં સ્ટોનબંધ અને ચેકડેમ ની વહીવટી મંજૂરી આપવામાં આવી નથી તો ભુતખેડી ગ્રામ પંચાયતમાં તાજેતરમાં ચાલતી મનરેગા યોજના ના સ્ટોનબંધ અને ચેકડેમ ની વહીવટી મંજૂરી કોને આપી અને કોના ઇશારે કામગીરી થઈ રહી છે તે તપાસનો વિષય બન્યો છે. જ્યારે ટેકનિકલ તેમજ મનરેગા શાખાના તમામ જવાબદાર સ્ટાફ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રાજ્યના મુખ્યમંત્રીને અરજી આપી તાત્કાલિક ધોરણે તપાસ ટીમ રચી ભુતખેડી ગામે સ્થળો પર કામ કરાવવાતા ટેકનિકલ પ્રેમભાઈ પ્રજાપતિ અને મનરેગા શાખા સિંગવડના તમામ જવાબદાર સ્ટાફ વિરોધ યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું .

                                   તાજેતરમાં જ દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારિયા તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવવા પામ્યા છે ત્યારે એજન્સી ધારક સહિત અનેક લોકો સામે પોલીસ દ્વારા તપાસ લંબાવતા કેટલાક એજન્સીના માલિકો ભૂગર્ભ માં સંતાયા છે ત્યારે ર્સિંગવડ તાલુકા માં મનરેગા નું ભૂત ફરી ધૂણ્યું છે અને ધાનપુર અને દેવગઢબારિયા માં ભૂતિયા કામો બતાવી બારોબાર રૂપિયા ઉપાડી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે ત્યારે સિંગવડ તાલુકાના ભુતખેડી ગામ પંચાયત માં મનરેગા યોજના હેઠળ સ્ટોન બંધ અને ચેક ડેમ ની કામગીરી શરૂ કરાતા આશ્ચર્ય સર્જાયૂ છે .છેલ્લા ત્રણ વર્ષમાં કાગળ પર જ લાભાર્થીઓને જાણ વિના ૪ કરોડ ૫૪ લાખ ઉપરાંતના ૧૫ થી વધારે જેટલા સર્વે નંબરોમાં માત્ર કાગળ પર જ વિકાસના કામો બતાવી એજન્સીઓની મિલીભગત કરી કાગળ પર વિકાસના કામો બતાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના ભુતખેડી ગામના જ ના જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

જેમાં સિંગવડ તાલુકાના ભુતખેડી ગ્રામ પંચાયત માં વર્ષ ૨૦૨૧ થી ૨૩ સુધી મનરેગા યોજના હેઠળ ૪ કરોડ ૫૪ લાખ ઉપરાંતના સ્ટોનબંધ અને ચેક ડેમ ના કામો માત્ર ૧૫ જેટલા જ સર્વે નંબરોમાં ભુતિયા વર્ક ઓર્ડર આપી બીલ નંબર અને બીલ તારીખ બનાવી માત્ર કાગળ ઉપર જ કરોડો રૂપિયાના કામો બતાવી અને માલ સામાન ના બીલો કેટલીક વર્ગ ધરાવતી એજન્સી ઓ માં નાખી અને સરકારી ચોપડા ઉપર લાભાર્થીઓના નામ તેમજ બેંક એકાઉન્ટમાં સરકારી યોજના ના નાખી કેટલાક વર્ગ ધરાવતા ઈસમોએ ઉપાડી લેવામાં આવ્યા છે. સરકારની મનરેગા યોજના સમગ્ર કામગીરી ઓનલાઈન હોવાથી ગામના કેટલાક જાગૃત નાગરિકે પોતાની ભુતખેડી ગ્રામ પંચાયતમાં કેટલા કામો અને કયા સર્વે નંબરોમાં થયા હોવાની વિગતો ને જાણકારી મેળવવા ઓનલાઇન એપ્લિકેશનમાં થી વિગતો બહાર કાઢી જેમાં ભુતખેડી ગામમાં વર્ષ ૨૦૨૧/૨૨.- રુ ૮૬૧૯૬૦૦/- ,વર્ષ ૨૦૨૨/૨૩.- રૂ૧૪૯૭૯૦૮૫.૪૧/- , વર્ષ ૨૦૨૩/૨૪.- ૧૬૪૫૫૭૬૪. ૩૮. જેમાં કુલ ત્રણ વર્ષના ભુતખેડી ગ્રામ પંચાયતમાં ૪૦,૦૫૪૪૪૯. ૭૯. (ચાર કરોડ ચોપન હજાર ચાર સો ઓગન પચાસ ). ના નાણા ઉપડી ગયા બાદ હાલ આ બાબતની જાણ ગામના જાગૃત નાગરિકો ને પડતા ગત જાન્યુઆરી ૨૦૨૫ એટલે કે પાંચ માસ અગાઉ તાલુકા વિકાસ અધિકારી સિંગવડ ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જાગૃત અરજદારોએ તપાસની માંગ કરી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી સિંગવડ એ તપાસ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે અને રિપોર્ટ આવવા થી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ તાલુકા વિકાસ અધિકારી મેહુલ ભગોરા સિંગવડ એ જણાવ્યું હતું છતાં અરજી આપ્યા અને પાંચ પાંચ મહિના થઈ ગયા હોવા છતાં હજી સુધી તપાસ ન થતા જાગૃત નાગરિકોએ રાજ્યના મુખ્યમંત્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ ,સહિત અધિકારી ને તપાસની માંગ કરી છે જ્યારે સિંગવડ તાલુકા પંચાયત માં મેળાપીપળા ધરાવતા સિંગવડ તાલુકા પંચાયતની મનરેગા યોજના ના કેટલાક મળત્યા કર્મચારીઓ અને વર્ગ ધરાવતી એજન્સીઓ દ્વારા હાલ આ લાભાર્થીઓને લોભામણી લાલચો આપી અને પોતાના ઉપર મોટો કથીત ભ્રષ્ટાચાર નો આક્ષેપ બચાવવા માટે કાગળ પર બનાવી અને જે તે કામના રૂપિયા ઉપાડેલા ચેકડેમોના કામો ફરી શરૂ કરવા માટે માલ મટીરીયલ આપી અને આવા સ્ટોન બંધ શરૂ કરવામાં આવ્યા હોવાની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થળ પર કામ હાલ સાત જેટલા સ્ટોન બંધ કામ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે સ્થળની તપાસ કરતા જ સ્થળ પર કામ શરૂ કરવામાં આવ્યા છે અને અરજદારોને પૂછપરછ કરતાં તેઓ દ્વારા જાણવા મળ્યું છે કે આ તો અગાઉ ના વર્ષો મા અમારા મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા સ્ટોન બંધ કામો ના રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા જે સંદર્ભે અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે ભુતખેડી ગ્રામ પંચાયતના ચરપોટ રામાભાઈ ગવજી ભાઈ સહિત ૧૧ જેટલા લાભાર્થીઓએ મનરેગા યોજનામાં ભુતખેડી ગ્રામ પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં કથીત ભ્રષ્ટાચાર થયેલ હોય તાત્કાલિક ધોરણે તપાસ ટીમ રચી સ્થળ પર કામ કરાવતા અને જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત મુખ્યમંત્રીને ગત ૧૪/૫/ ૨૫ ના રોજ લેખિતમાં રજૂઆત કરતા દેવગઢબારિયા બાદ સિંગવડ તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે .

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution