આણંદ, આણંદ જિલ્લાના પેટલાદ પાલિકાના પૂર્વ મહિલા ચીફ ઓફિસરને બે દિવસ પૂર્વ નવીન ટાઉનહોલ ન બનાવવા કથીત બેદરકારી ઊભી કર્યાંના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં! હવે ચાલી રહેલી એક ચર્ચા મુજબ, સરકાર દ્વારા આ મુદ્દે કાં તો કાચું કપાયું છે અથવા રાજકીય ઇશારે રાજકીય રમતમાં મહિલા સીઓનો ભોગ લેવાયો છે! જાેકે, એક ચર્ચા મુજબ પાલિકાની મુદત પૂર્ણ થવાના આરે હોય વારંવાર રિજિયોનલ કચેરીને તાકીદ કરતાં ત્રણ માસ બાદ આશ્ચર્ય રીતે રિજિયોનલ કચેરી દ્વારા ફરી માર્ગદર્શન માગીને તેમાં ચીફ ઓફિસરનો ખુલાસો માગી ઉચ્ચકક્ષાએ મુદ્દો ઊભો કરવામાં આવ્યો હતો. તેનાં આધારે ફાઇનેન્સ બોર્ડ દ્વારા બે અલગ માર્ગદર્શન આપવામાં આવ્યાં ત્યાં જ સંદેહની શક્યતા ઊભી થવા પામી હતી. આ શંકા યથાર્થ ઠરી હોય તેમ નવેમ્બર, ૨૦૨૦માં ચીફ ઓફિસરને કારણદર્શક નોટિસ આપી અને અગાઉનો ખુલાસો બોર્ડ દ્વારા ગ્રાહ્ય ન રાખ્યાંની જાણ ગત ૫ ફેબ્રુઆરીના કમિશનર કચેરીએ કરી હતી. અલબત્ત, અચાનક બે દિવસ પૂર્વે પાલિકાના પૂર્વ ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવતાં જાે પાલિકાને બોર્ડ દ્વારા અપાયેલાં નાણાં પહોંચાડવામાં જ ન આવ્યાં હોય તો ટેન્ડર બહાર પડાયાં બાદ બેદરકારી કેવી રીતે થાય?