વોશ્ગિટંન-

અમેેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોકેરોના વાયરસથી રિકવર થઈને સામાન્ય જીવનમાં પાછા આવી ચૂક્યા છે અને તે ચૂંટણી સભાઓમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ ટ્રમ્પનો 14 વર્ષીય દીકરો બેરૉન કોરોના વાયરસથી સંક્રમિત જાેવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે આ વિશે માહિતી આપીને કહ્યું કે બેરૉન કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તેની અંદર આ વાયરસના કોઈ લક્ષણ નથી. મેલાનિયાએ કહ્ય્š કે સૌભાગ્યથી તે એક મજબૂત છોકરો છે અને તેમની અંદર કોરોનાના કોઈ લક્ષણ નથી.

ડેસ મોઈન્સ, લોવામાં એક રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બેરૉન હવે ઠીક છે. તેમણે કહ્યું કે આ એક ઉદાહરણ છે કે છેવટે કેમ સ્કૂલને ફરીથી ખોલવી જાેઈએ. ટ્રમ્પે કહ્યું કે મને નથી લાગતુ કે બેરૉનને પણ ખબર હતી કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે કારણકે તે આ લોકો યુવા છે અને તેમની ઈમ્યુન સિસ્ટમ ઘણી મજબૂત છે, આ લોકો કોરોનાથી લડી શકે છે. બાળકોને ફરીથી સ્કૂલે લાવો. વળી, મેલાનિયાએ કહ્યુ૱ કે તેના લક્ષણ ઘણા ઓછા છે અને તેમને આશા છે કે ફર્સ્ટ લેડી તરીકે તે પોતાની ફરજાેનુ પાલન કરવાનુ શરૂ કરશે. મેલાનિયાએ જણાવ્યુ કે મને શરીરમાં દુઃખાવો, કફ અને માથાનો દુઃખાવો થતો હતો અને મોટાભાગનો સમય ખૂબ જ થાક અનુભવતી હતી.