/
એક જ કુટુંબના ત્રણ સગીર બાળકોના ડૂબી જતાં મોત

વડોદરા : મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામના અને હાલ કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં રહેતા ૩ સગીર ભાઈઓના ગુમ થયાના ૨૪ કલાક બાદ ત્રણેયના મૃતદેહો આજે સવારે ગામના તળાવમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ માટે કરજણના સરકારી દવાખાનામાં મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોલિયાદ ગામમાં ગૌચર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના ૩ ભાઈઓ મધુર સુરેશભાઈ સાનિયા(ઉં.૧૩), ધ્રુવ સુરેશભાઈ સાનિયા(ઉં.૧૦) અને ઉત્તમ સુરેશભાઈ સાનિયા(ઉં.૦૮) મંગળવારે સવારે ગુમ થઈ ગયા હતા, જેને પગલે પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જાેકે બાળકો મળ્યાં નહોતાં. જેથી પરિવારજનોએ આ અંગે કરજણ પોલીસમથકમાં મિસિંગ રિપોર્ટ ફાઈલ કર્યો હતો. આ અંગે પોલીસ હજુ તપાસ શરુ કરે તે અગાઉ જ આજે સવારે કોલિયાદ ગામના તળાવમાં બાળકોના તરતા મૃતદેહો જાેવા મળ્યા હતા, જેથી પરિવારજનો દોડી ગયાં હતાં અને ત્રણેય બાળકના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા ત્રણેય બાળકનાં મોતને પગલે લોકોનાં ટોળેટોળાં તળાવ પાસે એકત્ર થઈ ગયાં હતાં અને કરજણ પોલીસને જાણ કરી હતી, જેથી કરજણ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, કરજણ તાલુકાના કોલિયાદ ગામના તળાવમાં ડૂબેલાં બાળકોનો પરિવાર મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામનો રહેવાસી છે. આ પરિવાર ગાયો લઈને ગામેગામ ફરતો હતો અને તેણે કોલિયાદ ગામમાં ત્રણેય બાળકોને ગુમાવ્યા હતા. 

 એકસાથે ત્રણ બાળકોનાં મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જાેકે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ પોલીસે તેઓનું મોત કઈ રીતે નીપજ્યું હશે તે અંગે તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution