વડોદરા -

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના શિક્ષક અને શિક્ષક સંઘ અને બ્રહ્મ સમાજના અગ્રણી સન પંડ્યાનું ગઇકાલે ખાનગી હોસ્પિટલમાં કોરોનામા મોત થયું હતું. શહેરના હરણી વિસ્તારમા આવેલ નુતન સૌરભ સોસાયટીમા રહેતા સનત પંડ્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમા ૩૭ વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપી હતી તેની સાથે સાથે તેઓ શિક્ષક સંઘના પ્રમુખ તથા વડોદરા શહેર બ્રહ્મસમાજના મહામંત્રી તરીકે સક્રિય સેવા આપતા હતાં. સેવા નિવૃત્ત થયા બાદ તેઓ બ્રહ્મ સમાજના ઉત્સાહ અને ઉત્કર્ષ માટે સેવા આપતા હતા. તેઓ તંદુરસ્ત હતા એ દરમિયાન એક અઠવાડિયા પહેલા ગર્વમેન્ટ સર્વન્ટ કો.ઓપરેટીવ બેન્કની બેઠકમાં હાજર હતા તે દરમિયાન તેમની અચાનક તબિયત બગડી હતી જેથી તેમને નજીક આવેલ હરણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યા ફરજ પરના તબિબને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાય આવતા તબિબે તેમના કોરોના ટેસ્ટ માટેના સેમ્પલો લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યા તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે બાદ તેમને ખાનગી હોસ્પિટલમા દાખલ કરી કોરોનાની સારવાર તબિબો દ્વારા શરૂ કરવામાં આવી હતી.