મુંબઈ
સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બોલિવૂડનાં અનેક નામો હવે આ કેસ સાથે જાેડાઈ રહ્યાં છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા તેની મેનેજર કરિશ્મા પ્રકાશની વચ્ચે થયેલા ડ્રગ ચેટ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હવે આજે એટલે કે ૨૨ સપ્ટેમ્બરના રોજ કરિશ્માની પૂછપરછ કરશે. ગઈકાલે ૨૧ સપ્ટેમ્બરના રોજ કરિશ્માને સમન પાઠવવામાં આવ્યું હતું. રિયાની મેનેજર જયા સાહાની સાથે કરિશ્માનું ડ્રગ ચેટ મળ્યું હતું.
ગઈકાલે જયાની ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આજે (૨૨ સપ્ટેમ્બર) ફરી એકવાર જયા તથા શ્રુતિ મોદીની સાથે ક્વાન ટેલન્ટ મેનેજમેન્ટ કંપનીના ડિરેક્ટર ધ્રુવની પણ પૂછપરછ કરવામાં આવશે. આજે એટલે કે ૨૨ સપ્ટેમ્બરે બોલિવૂડની બીજી એક્ટ્રેસ દિયા મિર્ઝાનું નામ સામે આવ્યું છે. એનસીબી હવે દિયાની પણ પૂછપરછ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે રિયા બાદ શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકર, દીપિકા પાદુકોણના નામ સામે આવી ચૂક્્યા છે. ડ્રગ પેડલર અનુજ કેશવાનીએ એનસીબી સાથેની પૂછપરછમાં દિયા મિર્ઝાનું નામ આપ્યું હતું. તેણે કહ્ય્šં હતું કે દિયાની મેનેજરે તેની પાસેથી ડ્રગ્સ લીધું હતું. બંને સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ક્વાનમાં કામ કરે છે. આ કંપની સેલિબ્રિટીને ટેલન્ટ મેનેજર આપે છે. ક્વાન મેનેજમેન્ટ દીપિકાને મેનેજ કરે છે. કરિશ્મા, જયા સાહાની ક્વાન ટેલન્ટ મેનેજમેન્ટમાં જુનિયર છે. સૂત્રોના મતે, કરિશ્માની પૂછપરછ બાદ આ અઠવાડિયાના અંત સુધી દીપિકાની પૂછપરછ થઈ શકે છે. મંગળવાર, ૨૨ સપ્ટેમ્બરના રોજ એક્ટ્રેસ અથવા તેની લીગલ ટીમ તરફથી આ કેસમાં સ્પષ્ટતા આપી શકે છે.