લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ડિસેમ્બર 2025 |
1881
અમદાવાદ, ડિજિટલ અરેસ્ટની વારંવાર ઘટનાઓ બનવાં લાગી છે. ખાસ કરીને ગુજરાતમાં પણ આવી ઘટનાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ડિજિટલ અરેસ્ટ સાઇબર ફ્રોડ કેસમાં મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. લુધિયાણાના ઉદ્યોગપતિ એસ.પી. ઓસવાલ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં ૧૧ સ્થળોએ ઈડ્ઢએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન કર્યું હતું. પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો કે, સાઇબર ઠગોએ પોતાને સીબીઆઈ અધિકારી તરીકે રજૂ કરી પીડિતને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી રૂ.૭ કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ વિવિધ રાજ્યોમાં હાયર કરાયેલા મ્યુલ એકાઉન્ટ્સ મારફતે તેનું મલ્ટી ટ્રાન્જેક્શન થયું હોવાનું બહાર આવ્યું છે. કેસમાં સંડોવાયેલા રૂમી કલિતાની ધરપકડ કરવામાં આવી છે. ઈડી દ્વારા નાણાંના સ્ત્રોત, ટ્રાન્ઝેક્શન ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ ખુલાસા અને કાર્યવાહી થાય તેવી સંભાવના છે.