જાણો, તાઉ-તે વાવાઝોડું અત્યારે ક્યાં છે અને તે કયા રૂટ પર આગળ વધશે?
17, મે 2021

અમદાવાદ-

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ પર તૌકતે વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે અને એની અસર રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળી શકે છે.હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ 17 તારીખે સાંજે અરબ સાગરમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી શકે છે.જેની સૌથી વધારે અસર પોરબંદર અને ભાવનગર જિલ્લાને થવાની શક્યતા છે, આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. તૌકતે વાવાઝોડું અત્યારે ક્યાં છે અને કયા રૂટ પર આગળ વધી શકે?તૌકતે વાવાઝોડાનો આ રૂટ મેપ હવામાન વિભાગ દ્વારા તેમની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.અરબ સાગરમાંથી ગુજરાત તરફ આગળ વધી રહેલું આ વાવાઝોડું દીવ, ભાવનગર, પોરબંદરનાં દરિયાકાંઠાને અસર કરી શકે છે. ભાવનગરના મહુવાથી પોરબંદર વચ્ચે વાવાઝોડુ લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડુ જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલો મીટર પ્રતિકલાકની ઝડપ હશે. દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે. એટલે અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારીમાં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની અસર દેખાશે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તૌકતે વાવાઝોડાને તિવ્રતાને જોતા ગ્રેટ ડેન્ઝર સિગ્નલ જાહેર કરાયુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution