લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જાન્યુઆરી 2026 |
2376
અમદાવાદ, અમદાવાદમાં યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલના મોત મામલે ફોરેન્સિક, પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યશરાજસિંહ ગોહિલે જ કોઈ અગમ્ય કારણોસર પત્ની પર ફાયરિંગ કરી હત્યા નીપજાવ્યાનો અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો. એસીપી જયેશ બ્રહ્મભટે ફરિયાદી બનીને હત્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી.મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ તપાસવામાં આવ્યો હતો ત્યારે મોતનું કારણ માથામાં વાગેલી ગોળીના કારણે શોક અને હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું.પોલીસ તપાસમાં એ પણ નોંધ્યું હતું કે આ રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે અને ફાયરિંગ થાય એેવું શક્ય ન હતું, કારણ કે રિવોલ્વરના ટ્રિગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપર્યા વિના દબાવી શકાય નહી, જેથી યશરાજસિંહે જ પત્ની રાજેશ્વરીને જાનથી મારી નાખવાના ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. યશરાજસિંહે પોતે પણ પોતાના માથાના ભાગે ગોળી મારીને આપઘાત કર્યો.યશ કુમાર સિંહે તેમની પત્ની રાજેશ્વરીબાને જાનથી મારી નાંખવાના ઇરાદે તેમની લાયસન્સ વાળી રાઉન્ડ ભરેલી રિવોલ્વરના ટ્રીગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપરીને ટ્રીગર દબાવી રાજેશ્વરીબાના માથાના પાછળના ભાગે પોતાની રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી ગોળી મારી રાજેશ્વરીબાની હત્યા કરી હોય ત્યારબાદ યશકુમાર સિંહે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવતા ૧૦૮ના કર્મચારીએ રાજેશ્વરીબાને મૃત જાહેર કરતાં તેઓએ પોતાની જાતે પોતાની રિવોલ્વરમાંથી પોતાના માથાના ભાગે એક ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ રિવોલ્વરમાં ફકત ૨ જ રાઉન્ડ થતા જે બંન્ને રાઉન્ડનો ફાયરીંગમાં ઉપયોગ થયો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું. ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા દ્ગઇૈં એપાર્ટમેન્ટમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલનું મોત થયું હતું.