અમરેલી-

અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાજાેડાએ મચાવેલી તબાહી બાદ અસરગ્રસ્ત રાજુલા જાફરાબાદ વિસ્તારની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજુલા તાલુકાના વડ ગામના ખેડુત પીઠુભાઈ બોરીચાની વાડી બાગાયતી ખેતીનું નિરીક્ષણ કર્યું અને ચારે તરફ ૧૫થી ૨૦ વર્ષ જૂના આંબા ધરાશય થયા તેનું નિરીક્ષણ કર્યું હતું.

પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત પાસેથી માહિતી મેળવ્યા બાદ છતડીયા ગામ નજીક ૫૦ જેટલા ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને ખેડૂતોએ વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયું તે સરકાર સુધી પોહ્‌ચાડવા માટે રજૂઆતો કરી હતી. હાલ ગામડા ૧૮ દિવસ થયા છતાં વીજળી નથી સાથે ખેતીવાડી વીજળી આપવા હજુ કોઈ ઠેકાણા નથી, કોઈ કામગીરી શરૂ નથી થઈ. વાવાઝોડામાં વર્ષોથી મેહનત કરતા ધરતી પુત્રોની બાગાયતી પાક મૂળમાંથી નાશ થયો છે. કરોડોનું નુકસાન ગયું છે સરકાર આપેલી સહાયથી કોઈ ફાયદો નથી થયો. સૌથી પહેલા વરસાદ આવે તે પહેલા ખેતીવાડીની વીજળી મળે તો ખેડૂત ફરી ખેતી કામ કરી શકે. વરસાદ આવશે તો વીજળી નહીં મળે અને ખેડૂત બરબાદ થશે. આ પ્રકારની રજૂઆત ખેડૂતેએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કરી હતી. જ્યારે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર પણ જાેડાયા હતા ત્યારબાદ શંકર સિંહ વાઘેલાએ પ્રેસ યોજી હતી.