ભરૂચના ઉછાલી ગામે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

ભરૂચ, તા.૪

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે ખેતરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે ઉછાલી ગામની સિમ નજીક આવેલ શેરડીના ખેતરમાં દરોડો પાડ્‌યો હતો, ત્યારે ખેતરમાં અવાવરુ જગ્યાએ જુગાર રમતા ૪ જેટલા શકુનીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્‌યા હતા. જેમાં રૂરલ પોલીસે ૨ બાઇક, મોબાઈલ ફોન સહિત ૫૧,૨૫૦ રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૧૦,૨૫૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સરદાર પાર્ક-અંકલેશ્વરના વિશાલ વિજય પટેલ, નવા બોરભાઠાના ધર્મેશ અમરત વસાવા, ઝાડેશ્વરના ધવલ નરેશ પટેલ તથા સુરવાડી મનોજ બાબુ પરમાર મળી કુલ ચારેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution