વાંસદા, વાંસદા ભાજપના કાર્યકરો એ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રી અટલ બિહારી બાજપાઈની ૯૬મી જન્મ જ્યંતી નિમિત્તે અટલજીને શ્રધ્ધાંજલી આપવા અને શત શત નમન કરવા વાંસદા ભાજપ દ્વારા તેમના જન્મદિવસે સેવાકીય કાર્યો કરી જન્મ જ્યંતી ની ઉજવણી કરી હતી જેમાં વાંસદા ભાજપના કાર્યકરો દ્વારા કોટેજ હોસ્પિટલના દર્દીઓને જરૂરિયાતમંદો ને ફળ બિસ્કીટ વિતરણ કરી સ્વ,અટલ બિહારીજી ના જન્મ જ્યંતી ની ઉજવણી કરી. વાંસદા તાલુકામાં ભાજપી કાર્યકરો,પદાધિકારી ઓ સહિત નેતાઓ દ્વારા વાંસદા કોટેજ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફળ વિતરણ કરી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપાયજી ના ૯૬ મી જન્મ જયંતી નિમિતે વાંસદા તાલુકા ભાજપ દ્વારા વાંસદા કોટેજ હોસ્પિટલમાં દર્દીઓ ને ફળ અને બિસ્કીટ વિતરણ કરાયા હતા જેમાં આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી ભગુભાઈ પટેલ, વિરલ ભાઈ વ્યાસ મહામંત્રી રસિક ટાંક, સંજય બિરારી, શિવેન્દ્રસિંહ સોલંકી, પ્રદ્યુમ્ન સિંહ સોલંકી મહેશ કૂર્મી, ચિરાગ તથા બાબુ ભાઈ પટેલ, બીના પુરોહિત, મિત્તલી બેન વગેરે હાજરી આપી દર્દીઓને ફળ બિસ્કિટ વિતરણ કરી શ્રીઅટલ બિહારીજી બાજપાઈની ૬૯ મી જન્મ જ્યંતીની ઉજવણી કરી હતી.