07, એપ્રીલ 2024
6039 |
પાદરા.તા.૬
પાદરામાં વિશ્વ બજાર માં ચોકસી જવેલર્સ બજારોમાં સોના ચાંદીના ભાવમાં આસમાને હોવાથી પાદરાના જ્વેલર્સના શોરૂમ માં ઘરાકીમાં ઘટાડો થતા વેપારીઓમાં ચિંતાનું મોજુ ફરી મળ્યું છે, લગ્ન પ્રસંગ ની સીઝન હોવા છતાં સોનુ ચાંદી ખરીદવા કોઈ તૈયાર ન થતું હોવાનું જાણવા મળે છે.
પાદરામાં આજરોજ વિશ્વ બજારોમાં સોના ચાંદી માં તેજીના પગલે સોનાના લગડી નો ભાવ ૭૩૦૦૦/- ચાંદીના ૮૩૦૦૦/- ભાવ છે જેના કારને ભાવોની ઊંચાઈ લીધે લોકોની ખરીદ શક્તિ ઓછી થવા પામી છે પરિણામે આ મંદીના મારથી પાદરા ના સોના ચાંદી ચોકસી બજારના જવેલર્સ વેપારીઓમાં ચિંતા નું મોજુ ફરી વળ્યું છે
પાદરા નું ચોકસી બજાર તેના સોના ચાંદીના દાગીના બાબતે ગુજરાત ભરમાં પ્રખ્યાત છે અને દુર દુર થી લોકો ખરીદવા આવે છે પરંતુ હાલની આ મંદીમાં સોના ચાંદીના ભાવમાં આવેલા ભારે ઉછાડાથી બજાર સુમસામ બનવા પામ્યા છે જેની સીધી અસર બીજા અન્ય વેપાર ધંધા પર જાેવા મળી રહી છે. પાદરાના સોના ચાંદી જ્વેલર્સ ના બજારમાં મોટી સંખ્યામાં સોના ચાંદીના શોરૂમ આવેલ છે વેપારીઓ ભાઈઓ વર્ષોથી શુદ્ધતાના દાગીના ગ્રાહકોને વિશ્વાસથી આપતા હોય છે અને હાલમાં સોના ચાંદીના વિશ્વબજારમાં સોના ચાંદીના ભાવમાં આવેલા ઉછાળા ને પગલે પાદરાના ચોકસી બજારમાં ખરીદી ઓછી થતા બજારોમાં મંદી જાેવા મળે છે મુખ્ય બજારોમાં નહિવત અવરજવર પણ જાેવા મળી રહી છે. આની અસર પાદરાના સોના ચાંદીના દાગીના બનાવતા કારીગર ભાઈઓ પર પણ થવા પામી છે એક જ બજારમાં વર્ષોથી સોના ચાંદીના દાગીના બનાવતા બંગાળી ભાઈઓ પર પણ અસર જાેવા મળી છે તેની સાથે સ્થાનિક વેપારીઓ તેમજ કારીગરો મંદીના આ મોજામાં ફસાઈ જવા પામ્યા છે આ મંદિ ના મોજામાં વેપારીઓ તરફ નજર નાખતા હોય છે હાલમાં માર્ચ નો સમય પણ બજારોમાં અસર કરી રહ્યો છે.
સોના ચાંદીમાં વિક્રમ તેજીની સાથે નવા ફાયનાન્સીયલ વર્ષની શરૂઆત થવા પામી છે નવા રેકોર્ડ હાઈ જાેવા મળી રહ્યો છે અને લગ્નસરા ચાલુ થઈ હોવા છતાં સોનાના ભાવ આસમાને હોવાથી પાદરાના સોના ચાંદી ચોકસી બજારના જ્વેલર્સના સો રૂમમાં ઘટાડો થયો છે. લગ્ન પ્રસંગ હોવા છતાંય આ ભાવે સોનું ખરીદવા કોઈ તૈયાર ન થતું હોવાનું વેપારીઓનું કહેવું છે. જાેકે સોના ચાંદીના ભાવો આસમાને હોવાથી આ સંજાેગોમાં ભાવ નીચે ન આવે ત્યાં સુધી બજારમાં ઘરાકી ખોલવાની કોઈ અનુસાર જનાતો નથી. દુકાન પર આવનારા થોડા લોકોમાં જૂનું સોનું વેચીને રોકડા નાના લઈ જનાર વધારે હોય છે નવું સોનું ખરીદવામાં કોઈ આવતું નહીં હોવાનું વેપારીઓનું કહેવું છે.
સોના ચાંદીના ના ભાવો ઊંચકવાના કારણે આગામી દિવસોમાં હાલમાં બજારમાં ચળકાટ આવવાના કોઈ અનસાર અત્યારે મળી રહ્યા નથી.