19, ઓગ્સ્ટ 2021
594 |
મુંબઈ-
સોનામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મજબૂત ડોલરના કારણે સોનામાં થોડી નબળાઈ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી અહીં આંતરરાષ્ટ્રીય બજાર સોનામાં સુસ્તી જોવા મળી છે. તો ઘરેલુ કિંમતમાં પણ થોડી તેજી જોવા મળી છે. સોનું હજી પણ રેકોર્ડ હાઈ 56,200થી લગભગ 9,000 સસ્તુ ચાલી રહ્યું છે. જોકે, ઓવરઓલ જોઈએ તો, સોનાએ રિકવરી કરી છે. સોનું 45,600ને ચાર મહિનાઓના નીચલા સ્તરને અડ્યો છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળી સુધી સોનું ફરી 50,000 સુધી પહોંચી શકે છે. સોનાની ખરીદી કરવા માગતા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, છેલ્લા દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સુસ્તી જોવા મળી રહી છે. તો ઘરેલુ કિંમતોમાં પણ તેજી જોવા મળી છે. જોકે, સોનું અત્યારે પણ પોતાના રેકોર્ડ હાઈ 56,200થી લગભગ 9,000 સસ્તું ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફરીથી સોના અને ચાંદી ફ્યૂચરમાં સારો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર, સવારે 10.13 પર MCX પર સોનામાં 0.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ધાતુ 1,778.58 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. તો ચાંદી પણ 1.24 ટકા ઘટાડો જોવા મળ્યો હતો અને ધાતુ 23.21 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.